GSTV
Gujarat Government Advertisement

યોગી આદિત્યનાથ એક્શન મોડમાં, કથળેલી સ્થિતિને કાબૂમાં કરવા 26 અધિકારીઓની ટ્રાન્સફર કરાવી નાખી

Last Updated on July 31, 2019 by Mayur

ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિને ધ્યાને રાખી મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે 26 આઇએએસ અધિકારીઓની ટ્રાન્સફર કરી છે. ઉન્નાવ રેપ પીડિતા સાથે અકસ્માત થયા બાદ જે પ્રકારે યોગી સરકાર પર માછલા ધોવાઇ રહ્યા છે તેના ડેમેજ કંટ્રોલ માટે યોગી આદિત્યનાથે ગૃહ વિભાગના મુખ્ય સચિવ અરવિંદકુમારને હટાવી દીધા છે. તેમના સ્થાને અવનીશકુમારને નવા સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે.

અવનીશકુમારને ગૃહની સાથે જેલ વહીવટીતંત્ર અને સુધારણાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. અરવિંદકુમારને પરિવહન વિભાગના મુખ્ય સચિવ બનાવાયા છે. છેલ્લા ઘણા સમયથી અરવિંદકુમાર અને ડીજીપી ઓ પી સિંહ વચ્ચે યોગ્ય તાલમેલ ન હોવાની વાતો ચર્ચાઇ રહી હતી.

સરકાર ઉચ્ચસ્તરીય બેઠકોમાં મુખ્ય સચિવની જગ્યાએ ડીજીપી ઓ પી સિંહને વધુ મહત્વ આપી રહી હતી. જે બાદ આખરે ઉત્તર પ્રદેશ સરકારે અરવિંદકુમારની ટ્રાન્સફર કરી છે. બીજી તરફ અવનીશકુમાર પહેલેથી જ યોગી આદિત્યનાથના માનીતા અધિકારી રહ્યા છે. યોગી સરકારની રચનાથી જ તેમની પાસે સૂચના જેવો મહત્વનો વિભાગ અને એક્સપ્રસ-વે જેવા કાર્યો સાથે જોડાયેલી સંસ્થા યુપીડાના જવાબદારી પણ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભારત બાયોટેકનું મોટું નિવેદન / ‘કેન્દ્રને વધુ સમય 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ’, શું છે કારણ?

Dhruv Brahmbhatt

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!