GSTV
Home » News » આઝમ ખાન જેવા લોકો માટે જ એન્ટી રોમિયો સ્ક્વોડ બનાવી છે : યોગી આદિત્યનાથ

આઝમ ખાન જેવા લોકો માટે જ એન્ટી રોમિયો સ્ક્વોડ બનાવી છે : યોગી આદિત્યનાથ

Adityanath Election Commission

જયા પ્રદા પર સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની વિવાદાસ્પદ ટીપ્પણી બાદ મામલો વધારે બિચક્યો છે. ભાજપના નેતાઓ જયા પ્રદાના પક્ષમાં ઉતરી આવ્યા છે તો બીજી તરફ આઝમ ખાન પોતાનો બચાવ કરવા માટે હવાતિયાં મારી રહ્યા છે. આ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આઝમ ખાનના નિવેદનને અશોભનીય ગણાવ્યું છે. યોગી આદિત્યનાથે આઝમ ખાનની ટીપ્પણીની આલોચના કરતાં કહ્યું કે, આવા લોકો માટે અમે સરકાર બનાવ્યા બાદ એન્ટી રોમિયો સ્કોવોડનું ગઠન કર્યું છે.

યોગી આદિત્યનાથે વધુમાં કહ્યું કે, આઝમ ખાનનું નિવેદન સમાજવાદી પાર્ટીની વિચારધારા દર્શાવે છે. આ નિવેદન પર સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવની ચુપ્પી શર્મનાક છે. યોગી આદિત્યનાથે આઝમ ખાનની તુલના શોહદે એટલે કે મનચલા વ્યક્તિ તરીકે કરી છે. યૂપીના સીએમએ એ પછી માયાવતી પર પણ નિશાનો સાધતા કહ્યું કે, માયાવતી એક મહિલા છે અને તેમનું મૌન એ વાતની સાબિતી આપે છે કે સત્તા માટે તેઓ ગમે તે કરવા તૈયાર છે.

જણાવી દઈએ કે રામપૂરની એક રેલીમાં આઝમ ખાને આપેલા નિવેદન બાદ હવે તેઓ સવાલોના ઘેરામાં આવી ગયા છે. આઝમ ખાનને આ માટે મહિલા આયોગ દ્રારા નોટિસ પણ પાઠવવામાં આવી છે. જે પછી બીજેપી નેતા જયા પ્રદાએ પણ પલટવાર કર્યો છે. આઝમ ખાને જયા પ્રદા અંગે આપેલા નિવેદન બાદ તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. આ મામલે મેજિસ્ટ્રેટ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો. આઝમ ખાને જયા પ્રદા અંગે કરેવી વિવાદિત ટિપ્પણી બાદ તેઓ વિરોધીઓના નિશાને આવ્યા છે. આઝમ ખાન વિરૂદ્ધ મહિલા પંચ પણ કાર્યવાહી કરી શકે છે. આઝમ ખાનને જયા પ્રદા અંગે કરેલી ટિપ્પણી બાદ વિરોધીઓની આલોચનાનો શિકાર આઝામ ખાન બની રહ્યા છે.

અમરસિંહની પ્રતિક્રિયા

ભાજપના ઉમેદવાર જયા પ્રદા અંગે આઝમ ખાને આપેલા નિવેદન બાદ અમરસિંહે પ્રતિક્રિયા આપી. અમરસિંહે જણાવ્યુ કે, નિર્ભાય કાંડમાં આંસુ સારનારા આજે મૌન ધારણ કરીને બેઠા છે. આઝમ ખાન વિવાદિત નિવેદન આપી રહ્યા છે તેમ છતા સમાજવાદી પાર્ટી તેમની વિરૂદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતી નથી. અમરસિંહે વધુમાં કહ્યુ કે, આઝમ ખાન રાક્ષસ છે. તેમનો અંગ આ નવરાત્રીમાં નક્કી છે. આઝમ ખાન આ પહેલા પણ જમ્મુ કાશ્મીર અંગે નિવેદન આપી ચુક્યા છે. તમણે જણાવ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીર ભારતનો હિસ્સો નથી. આ પ્રકારની ટિપ્પણ બાદ પ્રશાંત ભુષણે તેમને સાથ આપ્યો હતો. જે બાદ સુપ્રીમ કોર્ટમાં પ્રશાંત ભૂષણની પીટાઈ પણ કરવામાં આવી હતી. ત્યારે હમેશા વિવાદિત નિવેદન આપતા આઝમ ખાનને પણ કઈ માર મારવાનું છે.

કારણ બતાઓ નોટિસ

તો બીજી તરફ આઝામ ખાનને કરેલી વિવાદિત ટિપ્પણી મામલે મહિલા પંચે પણ નોંધ લીધી છે. મહિલા પંચે આઝામ ખાનને આ મામલે કારણ બતાઓ નોટિસ ફટકારી. મહિલા પંચના અધ્યક્ષ રેખા શર્માએ જણાવ્યુ કે, સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને કરેલી ટિપ્પણી શરમજનક અને વિવાદિત છે. મહિલાઓનું અપમાન કરનારા આઝમ ખાનને પાઠ ભણાવવો જોઈએ. આ ઉપરાંત રેખા શર્માએ કહ્યુ કે, ચૂંટણી પંચ આઝમ ખાનને ચૂંટણી લડતા રોકવા પણ કાર્યવાહી કરશે. ચૂંટણી પંચે આ પ્રકારની કાર્યવાહી ત્યારે કરી જ્યા તેમણે ભાજપના ઉમેદવાર જયા પ્રદા અંગે વિવાદિક અને શરમજનક ટિપ્પણી કરી. જેથી આઝમ ખાનની મુશ્કેલીમાં વધારો થયો છે. આઝમ ખાન વિરૂદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.

જયા પ્રદાએ શું આપી પ્રતિક્રિયા ?

સપા નેતા આઝમ ખાનને કરેલી વિવાદિત ટિપ્પણી અંગે જયા પ્રદાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે, આઝમ ખાને તમામ હદ પાર કરી છે. આઝમ ખાન આ પ્રકારના નિવેદન આપી રહ્યા છે. ત્યારે અમારી રક્ષા કોમ કરશે,, આઝમ ખાને મારૂ નહીં પણ તમામ મહિલાઓનું પણ અપમાન કર્યુ છે. તેમણે કહ્યુ કે, હુ અખિલેશ યાદવને નાનો ભાઈ માનુ છે પરંતુ આઝમ ખાન જ્યારે વિવાદિત ટિપ્પણી કરી રહ્યા હતા ત્યારે અખિલેશ યાદવે પણ તેમને રોક્યા નહોતા. અમરસિંહે જ્યારે મારો બચાવ ત્યારે તેમની સાથે સપાએ અન્યાય કર્યો. પરંતુ જયા પ્રદા આઝમ ખાનથી ડરવાની નથી. જયા આઝમ ખાનનો મુકાબલો કરશે. જયા પ્રદાએ વધુમાં જણાવ્યુ કે, વિવાદિત નિવેદન આપનારા આઝમ ખાનને રામપુરની જનતા ચૂટણીમાં જવાબ આપવાની છે.

આઝમ ખાને મારી પલટી

સમાજવાદી પાર્ટીના નેતા અને રામપુરથી મહાગઠબંધનના ઉમેદવાર આઝમ ખાને જયા પ્રદા અંગે આપેલા નિવેદન બાદ તેઓ પલટી ગયા. પોતાનો બચાવ કરતા આઝમ ખાને કહ્યુ કે, મે જયા પ્રદા અંગે વિવાદિત નિવેદન આપ્યુ નથી.. જો કોઈ મારા નિવેદનને સાબિત કરી આપશે તો હું ચૂંટણી લડવાનું છોડી દઈશ. મે જયા પ્રદાનું નામ લીધુ નથી. તેમ છતા મારા નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે, રામપુરના શાહબાદમાં આયોજીત એક ચૂંટણી સભાને સંબોધિત કરતા આઝમ ખાન શબ્દોની મર્યાદા ચુકી ગયા હતા. અને વિવાદિત નિવેદન આપ્યું હતુ. જેથી આઝમ ખાન ભાજપના નિશાને આવ્યા છે. મહત્વપૂર્ણ વાત એ છે કે આ સભા દરમિયાન મંચ ઉપર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પણ હાજર રહ્યા હતા. જયા પ્રદાનું નામ લીધા વગર આઝમ ખાને આ અભદ્ર ટીપ્પણી કરી. જો કે આ વાત રાષ્ટ્રીય મહિલા પંચે ધ્યાને લીધી છે.

સુષ્માની Tweet

સપા નેતા આઝમ ખાને ભાજપના ઉમેદવાર જયા પ્રદા અંગે આપેલા નિવેદન બાદ રાજકારણ ગરમાયુ છે. ત્યારે આ મામલે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ટ્વિટ કરીને મુલાયમસિંહને નિશાને લીધા. તેમણે જણાવ્યુ કે, મુલાયમભાઈ તેમે સમાજવાદી પાર્ટીના પિતામહ છો. તમારી સામે રામપુરમાં દ્રોપદીનું ચીરહરણ કરવામાં આવ્યુ.. જેથી તમે ભીષ્મની જેમ મૌન ધારણ કરવાની ભૂલ ન કરશો.. સાથે સુષમા સ્વરાજે ટ્વિટમાં અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવને પણ ટેગ કર્યા છે. મહત્વપૂર્ણ છે કે, રામપુરથી આઝમ ખાન સામે ભાજપે જયા પ્રદાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જેથી આઝમ ખાન સતત જયા પ્રદા અને ભાજપ અંગે વિવાદિત નિવેદન આપી રહ્યા છે.

READ ALSO

Related posts

23 વર્ષની મોડલ ગર્ભવતી ન હોતી, બેબી બમ્પ પણ ન હોતો છતાં બાથરૂમમાં ગઈ અને અચાનક બાળક પેદા થઈ ગયું

Mayur

દિલ્હીમાં પ્રદૂષણ વકરતા સુપ્રીમ નારાજ ચાર રાજ્યોના સચિવોને નોટિસ ફટકારી

Mayur

મહારાષ્ટ્રમાં શિવસેના, NCP, કોંગ્રેસની ‘ત્રિમૂર્તિ’ સરકાર રચાશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!