GSTV

મમતા બેનર્જી ભાજપની રેલીઓને મજૂરી નથી આપી રહી અને ભાજપને ત્યાંજ 100 રેલી કરવી છે

Last Updated on February 3, 2019 by Mayur

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના પશ્વિમ બંગાળમાં રેલીના કાર્યક્રમને રદ કરવામાં આવ્યો. મમતા સરકારે યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરના લેન્ડિંગ માટે મંજૂરી ન આપતા રેલીને રદ કરવામાં આવી. સતત બે દિવસ સુધી મમતા સરકાર પાસે રેલી માટે મંજૂરી માગવામાં આવતી હતી. પરંતુ તેને મમતા સરકારે મંજૂરી ન આપી.

યોગી બાકુંરા અને પુરૂલિયામાં રેલીને સંબોધવાના હતા. આ ઉપરાત તેઓ પાંચ ફેબ્રુઆરીના રોજ રાયગંજ અને દિનાજપુરના બાલૂરઘાટમાં રેલીને સંબોધિત કરવાના છે. મમતા સરકારે જણાવ્યુ હતુ કે, કોઈપણ પ્રકારની સુચના વગર રેલીનું આયોજન કરવામાં આવી રહ્યુ હતુ જેથી સીએમ યોગીની રેલીને મંજૂરી આપવામાં આવી નથી. મહત્વનું છે કે, ભાજપ પશ્વિમ બંગાળમાં 100થી વધુ રેલી કરવાનું આયોજન કર્યુ છે. બંગાળમાંથી મમતા સરકારને ઉખાડી ફેંકવા ભાજપ તૈયારીના ભાગ રૂપે રેલી કરી રહ્યુ છે.

પશ્વિમ બંગાળમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથની રેલીને મંજૂરી ન મળતા ભાજપના કાર્યકરોએ દીનાપુરમાં દેખાવો કર્યો. ભાજપના કાર્યકરોએ દીનાપુરના ડી.એમ. દીપા પ્રિયાના નિવાસ સ્થાન બહાર વિરોધ પ્રદર્શન કર્યુ. ભાજપના કાર્યકરોનો આક્ષેપ છે કે, સીએમ યોગી આદિત્યનાથની લોકપ્રિયતાથી મમતા બેનર્જી ડરી ગયા છે. જેથી દીદી સીએમ યોગીની રેલીને મંજૂરી આપી રહ્યા નથી. મહત્વપૂર્ણ છે કે, સીએમ યોગી આદિત્યનાથની બાકુંરા અને પુરૂલિયામાં રેલી યોજાવાની હતી. જેને મમતા સરકારે મંજૂરી ન આપતા મમતા બેનર્જીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

READ ALSO

Related posts

આજથી નિયમો બદલાયા: આપના જીવન સાથે જોડાયેલા આ મહત્વના નિયમો બદલાયા, ખિસ્સા થશે થોડા વધારે ઢીલા

Pravin Makwana

ટોક્યો ઓલંપિક: પુરૂષ બોક્સરોએ નિરાશ કર્યા, એક પણ બોક્સર ન લાવી શક્યા મેડલ, સતીશ કુમાર પણ ક્વાર્ટર ફાઈનલમાં હાર્યા

Pravin Makwana

ચેતવણી / Apple iPhone અને એન્ડ્રોઇડથી માંડીને Windows યુઝર્સ સાવધાન, બચવા આટલું કરજો નહીં તો…

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!