GSTV
India News ટોપ સ્ટોરી

UP વિધાનસભા ચૂંટણી/ યોગી આદિત્યનાથ પાસે રેકોર્ડ બનાવવાનો આ છે ગોલ્ડન ચાન્સ, જો જીતી ગયા તો…

યોગી

ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના બે મોટા નેતા ઘરેલૂ પીચ પર બેટિંગ કરતા જોવા મળશે. ભાજપના નેતૃત્વએ સીએમ યોગી આદિત્યનાથને ગોરખપુર શેહરમાંથી ચૂંટણી જંગમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. તેવામાં જો સીએમ યોગી ગોરખપુર બેઠક પરથી ચૂંટણી જીતી જશે અને ફરીથી સીએમ તરીકે પસંદગી પામે તો તેઓ ઘણા રેકોર્ડ તોડી નાંખશે. જો કે આ પહેલા યોગી આદિત્યનાથે પોતાના નામે એક રેકોર્ડ નોંધાવી લીધો છે.

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સીએમ તરીકે પોતાનો કાર્યકાળ પૂર્ણ કરનારા રાજ્યના ત્રીજા સીએમ બની ચુક્યા છે. ઉત્તર પ્રદેશની પહેલી વિધાનસભાની રચનાથી અત્યાર સુધીમાં રાજ્યમાં 70 વર્ષમાં 21 સીએમ જોવા મળ્યા. પરંતુ તેમાંથી માત્ર ત્રણ જ મુખ્યપ્રધાન પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા છે. જેમાં બીએસપી સુપ્રીમો માયાવતી, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને યોગી આદિત્યનાથ સામેલ છે. હવે પોતાના હોમ ટાઊનમાંથી ચૂંટણી જંગમાં ઉતરનારા યોગી આદિત્યનાથના નિશાને ઘણા રેકોર્ડ છે.

ભાજપ

ચૂંટણી જીત્યા બાદ જો યોગી આદિત્યનાથને ફરીથી સીએમ પદ મળશે, તો તેઓ 15 વર્ષમાં પહેલા ધારાસભ્ય સીએમ હશે. તેમના પહેલા માયાવતી અને અખિલેશ યાદવ સીએમ બન્યા ત્યારે તેઓ વિધાન પરિષદના સભ્ય હતા. જ્યારે યોગી સીએમ તરીકે પસંદગી પામ્યા હતા ત્યારે તેઓ ગોરખપુરના સાંસદ હતા.

કોંગ્રેસના નારાયણ દત્ત તિવારી 1985માં અવિભાજીત યુપીના સીએમ હતા. ત્યારે રાજ્યમાં ચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસની જીત થઈ અને તેઓ સતત બીજા કાર્યકાળ માટે આ પદ પર યથાવત રહ્યા. ત્યાર પછી કોઈ અન્ય મુખ્યપ્રધાન સતત બીજી વખત સીએમની ખુરશીને જાળવી રાખવામાં સફળ થયા નથી. યોગી આદિત્યનાથની પાસે રેકોર્ડ બનાવવાની તક છે. એનડી તિવારીની પહેલા ત્રણ અન્ય મુખ્યપ્રધાન સતત બીજી વખત સત્તમાં પરત ફર્યા હતા. ત્યારે યોગી આદિત્યનાથ જીત મેળવીને ફરી સત્તામાં વાપસી કરનારા યુપીના પાંચમાં સીએમ બની શકે છે.

ઉત્તર પ્રદેશએ અત્યાર સુધીમાં ભાજપમાંથી ચાર મુખ્યપ્રધાન જોયા છે. યોગી આદિત્યનાથ પહેલા કલ્યાણ સિંહ, રામ પ્રકાશ ગુપ્તા અને વર્તમાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સીએમ બની ચુક્યા છે. જો કે આદિત્યનાથની પહેલા કોઈ પણ ભાજપના સીએમ સતત બીજા કાર્યકાળ માટે સત્તા જાળવી શક્યા નથી. યોગી આદિત્યનાથ પાસે આ નવો રેકોર્ડ બનાવવાની પણ તક છે.

ઉત્તર પ્રદેશમાં નોએડા વિડંબના ઘણી લોકપ્રિય છે. આ વિડંબના મુજબ જે પણ મુખ્યપ્રધાન પોતાના કાર્યકાળ દરમિયાન નોએડા શહેરનો પ્રવાસ કરે છે તે આગામી ચૂંટણી હારી જાય છે. તે પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી શકતા નથી. નોએડાની વિડંબના ત્યારે લોકપ્રિય બની કે જ્યારે યુપીના તત્કાલીન મુખ્યપ્રધાન વીર બહાદુર સિંહે જૂન-1988માં નોએડામાંથી પરત ફર્યાના થોડા દિવસો બાદ પદ છોડવું પડ્યું હતુ.. તેમના ઉત્તરાધિકારી એનડી તિવારીએ પણ નોએડાનો પ્રવાસ કર્યા બાદ સીએમની ખુરશી ગુમાવી હતી.. ત્યારબાદ રાજ્યના સીએમ અને અન્ય નેતાઓએ નોએડાની અવગણના શરૂ કરી દીધી હતી.

READ ALSO

Related posts

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

Anemia in Indian Population : રક્તકણની ઉણપ ધરાવતા દેશના બાળકોમાં 9%નો વધારો, 67% બાળકો એનિમિક; નેશનલ હેલ્થ સર્વેમાં ખુલાસો

GSTV Web Desk

અમેરિકા અમને બદનામ કરવાનું બંધ કરે ‘બીજા શીતયુદ્ધ’ની ટીકા સામે ચીનનો વળતો પ્રહાર

GSTV Web Desk
GSTV