GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

યુપી સીએમ આજે કરશે અયોધ્યાની મુલાકાત, શિલાન્યાસની તૈયારીઓની કરશે સમીક્ષા

અયોધ્યામાં ભગવાન રામ મંદિરના શિલાન્યાસની તડામાર તૈયારીઓ શરૂ થઈ છે. ત્યારે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ આજે અયોધ્યાની મુલાકાતે જવાના છે. તેઓ પરિસરમાં બની રહેલા પંડાલ સહિત સુરક્ષા સહિતની તૈયારીઓની સમીક્ષા કરશે.

મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યાનું ભ્રમણ પણ કરશે. યોગી આશરે ત્રણ કલાક સુધી અયોધ્યામાં રોકાણ કરશે. સાંજે 5 વાગે લખનઉ જવા રવાના થશે. તેઓ રામજન્મભૂમિ પરિસર પાસે આવેલા માનસ ભવનમાં ઉચ્ચ અધિકારીઓ સાથે તૈયારીએ અંગે માહિતી મેળવશે.

સીએમ કરશે કોવિડ પ્રોટોકોલ હેઠળ તૈયારીઓની પણ સમીક્ષા

યુપી સીએમ મંદિર પરિસરમાં બની રહેલા પંડાલ, રસ્તાઓ અને અન્ય તૈયારીઓની સાથે સાથે કોવિડ પ્રોટોકોલ અંતર્ગત કરવામાં આવેલ તૈયારીઓની પણ સમીક્ષા કરશે.

આમંત્રિત મહેમાનોની લિસ્ટ પર પીએમઓની મહોર

સૂત્રોના જણાવ્યા અનુસાર, સીએમ યોગી રામ કી પૈડી અને સરયુ કિનારે પણ જવાના છે. શિલાન્યાસ મહોત્સવમાં આશરે 200 જેટલા લોકો સામેલ થવાના છે. આમંત્રિત મહેમાનોની યાદી પર પીએમઓ દ્વારા મહોર લગાવવામાં આવી છે. આ સાથે અયોધ્યામાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

અયોધ્યામાં સઘન સુરક્ષા વ્યવસ્થા

જણાવી દઈએ કે અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ રામ મંદિરનું ભૂમિ પૂજન થનાર છે. જેને લઈને અયોધ્યામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભૂમિપૂજન પહેલા રામ નગરીને નવોઢાની જેમ સજાવવામાં આવી રહી છે. આ ભવ્ય કાર્યક્રમમાં 170 લોકો હાજર રહેવાના છે.

પીએમ મોદીની મુલાકાતને લઈને પાલન કરશે ખાસ પ્રોટોકોલ

તો અયોધ્યામાં પીએમ મોદીની મુલાકાતને લઈને વહીવટી તંત્ર તમામ પ્રોટોકોલનું પાલન કરી રહ્યું છે. પ્રાથમિકતામાં કોરોના વાયરસ સંબંધિત પ્રોટોકોલ પણ છે. જેના પર વહીવટ તંત્ર ખાસ ધ્યાન રાખી રહી છે. સાથે જ પીએમ મોદીની સુરક્ષાને લઈને તમામ સુરક્ષા એજન્સીઓની બેઠક થઇ હતી. સુરક્ષાને લઈને પણ સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

MUST READ:

Related posts

સેના પ્રમુખે ફીલ્ડ કમાન્ડરોને કોઇ પણ સ્થિતિના મુકાબલા માટે તૈયાર રહેવા આપ્યો નિર્દેશ

Nilesh Jethva

સેના પ્રમુખનો આદેશ: ચીનનો ઘેરાવ કરવા ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર, લડવા માટે રહો સજાગ

Mansi Patel

વિમાન દુર્ઘટના: જો આગ લાગી હોત તો અતિ ગંભીર સાબિત થાત, મેંગ્લોર દુર્ઘટનામાં 160 લોકોના થયા હતા મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!