GSTV

યે દુનિયા, યે મહેફિલ મેરે કામ કી નહીં/ એકલા બેઠેલા યોગી આદિત્યનાથની તસ્વીર વાયરલ થતાં સોશિયલ મીડિયા પર કમેન્ટનું વાવાઝોડૂ આવ્યું

Last Updated on January 15, 2022 by Pravin Makwana

યુપી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપના કેટલાય ધારાસભ્યો અને મંત્રીઓ અન્ય પાર્ટીઓમાં જોડાઈ ગયા છે. ત્યારે આવા સમયે ભાજપને એક મોટો ઝટકો લાગ્યો છે. ત્યારે આ તમામની વચ્ચે સીએમ યોગી આદિત્યનાથની એક તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જેમાં તેઓ એકલા બેઠેલા દેખાઈ રહ્યા છે. તેમના આ ફોટોને લઈને લોકો અલગ અલગ પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે.

અમુક યુઝર્સે આ ફોટો પર મજા લેતા કહ્યું છે કે, ક્યાંક યોગી પણ અખિલેશ સાથે ન જતાં રહે, તકો વળી અન્ય એક યુઝર્સે લખ્યું છે કે, યોગીજી એકલા જ બેઠક કરી રહ્યા છે. અમુક લોકો લખવા લાગ્યા છે કે, યે દુનિયા….યે મહેફિલ મેરે કામ કી નહીં….એક યુઝર્સે કમેન્ટ કરી છે કે, ચલ અકેલા, ચલ અકેલા…તેરા મેલા પીછે છૂટા રાહી ચલ અકેલા…

ભૂતપૂર્વ IAS સૂર્ય પ્રતાપ સિંહે આ ફોટો શેર કર્યો અને કમેન્ટ કરી છે કે, “મુખ્યમંત્રી બાકીના ધારાસભ્યો સાથે બેઠક કરી રહ્યા છે.” અનુરાગ સિંહ નામના ટ્વિટર યુઝરે લખ્યું છે કે યોગી બાબા કહેતા હશે કે, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે મારો ગોરખપુર જવાનો સમય આવી ગયો છે. મનમોહન ના ટ્વીટર યુઝરે લખ્યું- જો તમે મુશ્કેલીમાં એકલા હોવ તો તમને કેટલું આશ્ચર્ય થાય છે, બધા ડૂબતી નાવ પરથી ઉતરી જાય છે.

આરકે સિંહ નામના યુઝરે લખ્યું કે, બધા અલગ થઈ ગયા. દીપક નામના યૂઝરે કોમેન્ટ કરી- ચલ સન્યાસી, મંદિર જઈએ. અનુભવ ત્રિપાઠી નામના યુઝરે લખ્યું છે કે, જાને વાલે હો શકે તો લોટ કે આના. પ્રશાંત પટેલ નામના યુઝરે લખ્યું કે, મેં ઓર મેરી તન્હાઈ, અક્સર બેઠકે યહી બાતે કરતે.

પ્રકાશ નામના યુઝરે લખ્યું કે, જો આટલા મોટા હોલમાં આપણું પોતાનું કોઈ હોત તો અમે પણ હસીને તેને પોતાનો બનાવી લીધો હોત. શિવશક્તિ તિવારી લખે છે કે, ચૂંટણી દરમિયાન બાબાજીને એકલા ન છોડવા જોઈએ. પ્રફુલ્લ નામના યુઝરે લખ્યું- સમય કેવો રહ્યો? જાણકારી માટે તમને જણાવી દઈએ કે, યુપીમાં ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરીથી શરૂ થશે અને ત્યારબાદ 10 માર્ચે ચૂંટણીના પરિણામો જાહેર થશે.

READ ALSO

Related posts

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk

મોટા સમાચાર / રજનીકાંતની દીકરી એશ્વર્યા અને ધનુષ થયા અલગ, 18 વર્ષ જૂના સંબંધોનો આવ્યો અંત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!