વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અત્યારે પણ તેમના સમર્થકોના માથે ચડીને બોલી રહી છે. ઘણાબધા લોકો તેમને જ દેશના આગામી પ્રધાનમંત્રી બને તેવું ઈચ્છી રહ્યા છે. જોકે, ત્યારબાદ જે નામ પર લોકોને વિશ્વાસ દર્શાવ્યો છે તે છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ફાયરબ્રાંડ નેતા યોગી આદિત્યનાથનું નામ.
પીએમ મોદીની લોકપ્રિયતા આજે પણ બરકરાર
માહિતી પ્રમાણે હાલમાં જ કરવામાં આવેલ એક સર્વેમાં એ વાત સામે આવી છે. સર્વે પ્રમાણે પીએમ મોદીની લોકપ્રિયતા આજે પણ બરકરાર છે. 38 ટકા લોકો તેમને જ આગામી પ્રધાનમંત્રી તરીકે પસંદ કરે છે. તેમની સરખામણીમાં કોઈપણ બીજું નામ સામે ટકી શકતું નથી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ત્યારબાદ જો કોઈ બીજાને લોકો પીએમ તરીકે જોવા માગે છે, તેમાં યોગી આદિત્યનાથનું જ નામ સામે આવે છે.
વિશ્વાસપાત્ર સીએમ તરીકે ઓળખાય
સર્વે પ્રમાણે 10 ટકા લોકોને પ્રધાનમંત્રી પદ માટે યૂપીના સીએમ યોગી આદિત્યનાથે પોતાનું પસંદીદા નેતા ગણાવ્યા છે. તો દેશના ગૃહમંત્રી અમિત શાહને 8 ટકા લોકો આગામી પ્રધાનમંત્રી તરીતે પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે, આ સર્વેએ યોગી આદિત્યનાથે દેશના સૌથી વિશ્વાસપાત્ર સીએમ તરીકે ઓળખાય છે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલને લોકોએ પસંદ કર્યા છે.
બીજેપીમાં અમિત શાહની ધમક
સર્વે દરમિયાન લોકોથી ભાજપમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જગ્યા લેનાર સંભવિત નેતાઓ વિશે પણ પૂછવામાં આવ્યું. 30 ટકા લોકોને ગૃહમંત્રી અને કદાવર નેતા અમિત શાહના નામ પર મોહર લગાવી છે. તો પોતાના હિંદુત્વ છવિને લઈને પ્રખ્યાત યૂપીના સીએમ યોગી આદિત્યનાથ 21 ટકા લોકોને સમર્થનની સાથે બીજા નંબર પર છે.
કોંગ્રેસ માટે ચિંતા વધારનાર સર્વે
કોંગ્રેસ પાર્ટી માટે આ સર્વે ચિંતા વધારનાર છે. સર્વેમાં સામેલ લોકોની સામે પ્રધાનમંત્રી પદ માટે બીજેપીની સાથે-સાથે કોંગ્રેસી નેતાઓના નામ પણ આપવામાં આવ્યા હતા. તેમાંથી ટોપ ત્રણમાં બીજેપીના જ નેતા સામેલ છે. પ્રથમ સ્થાન પર પીએમ મોદી. ત્યારબાદ યોગી આદિત્યનાથ અને અમિત શાહ. સર્વેમાં સામેલ માત્ર 7 ટકા લોકોને દેશના આગામી પ્રધાનમંત્રી તરીકે રાહુલ ગાંધીના નામ પર મોહર લગાવી છે. તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ પાંચ ટકા લોકોએ પીએમ પદ માટે પસંદ કર્યા છે.
READ ALSO
- દેશના 33 જિલ્લાઓમાં વધ્યો કોરોનાના કેસ, મોલ રેસ્ટોરન્ટ અને ધાર્મિક સ્થળો પર રાખો આ સાવધાની
- LPG News/ ગેસ સીલિન્ડરમાં બદલાઈ ગયા છે નિયમો, ગેસની સબસિડી ના મળી રહી હોય તો આ રીતે ચકાસી કરો અહીં ફરિયાદ
- આસામ વિધાનસભા ચૂંટણી/ ભાજપાએ 70 ઉમેદવારોનું પહેલું લિસ્ટ કર્યું જાહેર, સીએમ સોનોવાલ માજુલીથી લડશે ચૂંટણી
- બગોદરામાં IT અધિકારીની ઓળખ આપી 3.37 કરોડની લૂંટ ચલાવનાર કેસમાં 4ની ધરપકડ, 6 હજુ ફરાર
- વારંવાર મકાનોની અદલાબદલી કરો છો તો ના કરો ચિંતા : કોઈ પણ ડોક્યુમેન્ટ વિના પણ Aadhaarમાં બદલી શકશો સરનામું, આ છે પ્રક્રિયા