GSTV

ઉત્તર પ્રદેશમાં ફિલ્મ સિટી બનાવવાના કામમાં તેજી, સીએમ યોગીએ આ બોલીવુડ સ્ટાર્સ સાથે કરી મુલાકત

ઉત્તર પ્રદેશમાં ફિલ્મ સિટી બનાવવાને લઇને રાજ્યની યોગી સરકાર એકશનમાં આવી ગઇ છે. જે ક્રમમાં યોગી સરકાર દ્વારા દક્ષિણ સુપરસ્ટાર રજનીકાંત સહિત 25 મોટી ફિલ્મ હસ્તીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. સીએમ યોગી આદિત્યનાથની આગેવાનીમાં યોજવામાં આવેલી આ બેઠકમાં બોલિવૂડના જુદા જુદા ક્ષેત્રના લોકો ઉપસ્થિતિ રહ્યા હતા. જેમાં કૈલાશ ખેર, સતિશ કૌશિક, ઉદિત નારાયણ, વિનય પાઠક વગેરેના નામ સામેલ હતા.

યોગી સરકારની જાહેરાત મહત્વની

આ પહેલા રવિવારે ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક મધુર ભંડારકર સીએમ યોગી આદિત્યનાથને તેમના સત્તાવાર નિવાસ સ્થાને મળ્યા હતા. બોલિવુડમાં અનેક વાદ વિવાદમાં સપડાયા બાદ દેશભરમાં બોલિવુડના વિરોધમાં લોકોએ પોતાનો અવાજ ઉઠાવ્યો છે. ખાસ કરીને સુશાંત સિંહ રાજપુતના મોત બાદ દેશભરમાં બોલિવુડ પર લોકોનો રોષ ફાટી નિકળ્યો છે તેવામાં યોગી સરકારની જાહેરાત મહત્વની સાબિત થઈ શકે છે.

દેશની સૌથી સુંદર ફિલ્મ સિટી

યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું છે કે, દેશની સૌથી સુંદર ફિલ્મ સિટી યુપીમાં બનાવવામાં આવશે. તેમણે કહ્યું, નોઇડા, ગ્રેટર નોઈડા અને યમુના એક્સપ્રેસ વેનો વિસ્તાર ફિલ્મ સિટી માટે વધુ સારો રહેશે.

READ ALSO

Related posts

ભાજપે ડો. સંજયસિંહ, અગ્રવાલને લટકાવી દીધા, હવે ભારોભાર થતો હશે પસ્તાવો

pratik shah

વડાપ્રધાનને પણ શાંતિથી ઉંઘવા નથી દેતી મોંઘવારી, ઓછો પગાર હોવાના કારણે પદ છોડવાનું વિચારી રહ્યા છે PM

Pravin Makwana

જ્યોતિરાદિત્ય સિંધિયા : એમપીમાં પેટાચૂંટમી ટાણે જ ભાજપ અને સંઘ ટેન્શનમાં, એક પત્ર બન્યો કારણભૂત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!