GSTV
India News ટોપ સ્ટોરી

Big Breaking / યુપીમાં યોગીરાજ 2.0, BJP વિધાયક દળના નેતા તરીકે યોગી આદિત્યનાથની પસંદગી

ભાજપ

ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર યોગી સરકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. લખનૌના લોક ભવનમાં ગુરુવારે મળેલી ભારતીય જનતા પાર્ટી (BJP) ગઠબંધનના ધારાસભ્યોની બેઠકમાં યોગી આદિત્યનાથને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અને નિરીક્ષક અમિત શાહ અને સહ-નિરીક્ષક રઘુવર દાસની હાજરીમાં યોગી આદિત્યનાથને વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

યોગી

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સર્વસંમતિથી ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમના નામનો પ્રસ્તાવ ભાજપના વરિષ્ઠ નેતા સુરેશ ખન્નાએ રાખ્યો હતો. તેને સૂર્યપ્રતાપ શાહીએ મંજૂરી આપી હતી. તેના પછી તમામ ધારાસભ્યોએ સર્વસંમતિથી યોગી આદિત્યનાથને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કર્યા. તેના પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ધારાસભ્યોને સંબોધિત કર્યા હતા.

ઉત્તર પ્રદેશમાં ઈતિહાસ રચતા યોગી આદિત્યનાથ સતત બીજી વખત મુખ્યમંત્રી બન્યા છે. ધારાસભ્ય દળના નેતા બન્યા બાદ યોગી આદિત્યનાથ ટૂંક સમયમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ પાસે સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. તેના પછી રાજ્યપાલ આનંદીબેન વતી યોગી આદિત્યનાથને સરકાર બનાવવા માટે આમંત્રણ મોકલવામાં આવશે.

યોગી

યોગી આદિત્યનાથે બનાવ્યો રેકોર્ડ

યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશમાં છેલ્લા 37 વર્ષમાં પૂર્ણ કાર્યકાળ પૂર્ણ કરીને સત્તામાં પાછા ફરનારા પ્રથમ મુખ્યમંત્રી હશે. એટલું જ નહીં યોગી આદિત્યનાથ એવા પહેલા મુખ્યમંત્રી છે જેઓ ઉત્તર પ્રદેશથી અલગ થઈને ઉત્તરાખંડની રચના કરીને સત્તામાં પાછા ફર્યા છે. આ પહેલા 1985માં કોંગ્રેસના એનડી તિવારી સતત બીજી વખત સીએમ બન્યા હતા.

ઇકાના સ્ટેડિયમમાં લેશે શપથ

યોગી આદિત્યનાથ 25 માર્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. યોગી આદિત્યનાથ લખનૌના ઇકાના સ્ટેડિયમમાં સાંજે 4 વાગ્યે બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેના માટે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આખા લખનૌને શણગારવામાં આવ્યું છે. તેની સાથે દરેક શેરી-ચાર રસ્તા પર મોટા હોર્ડિંગ્સ અને ભાજપના ઝંડા લગાવવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ભાવનગરની મહિલા કોલેજ આવી વિવાદમાં, કોલેજના આચાર્યની મનમાની સામે રોષ

pratikshah

મહારાષ્ટ્રના રાજકીય ઘમાસાણમાં હવે દાઉદ ઈબ્રાહીમના નામની એન્ટ્રી, એકનાથ શિંદેના એક Tweetએ મચાવી બબાલ

pratikshah

મેઘો અનારાધાર! હવામાન વિભાગની ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી, 30- 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે

pratikshah
GSTV