યોગી આદિત્યનાથે અયોધ્યામાં દિવાળી વખતે ભવ્ય દીપોત્સવ યોજવાનો નિર્ણય લીધો તેના કારણ વિવાદ થઈ ગયો છે. યોગીની યોજના સાડા પાંચ લાખ દીપ પ્રગટાવીને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવાની છે.

સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને કરાશે
કોરોનાનો ખતરો ગયો નથી ત્યારે યોગી વાહવાહી માટે લોકોના જીવ જોખમમાં મૂકી આગ સાથે રમત કરી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. યોગીનો બચાવ છે કે, આ દીપ પ્રાગટય સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને કરાશે. કોરોના સામેની લડાઈમાં નાણાં ખર્ચવાના બદલે દીપ પાછળ ખોટો ખર્ચ કરાઈ રહ્યો હોવાના આક્ષેપ પણ થયા છે.
૪ નાના ઘાટ પર દીવા પ્રગટાવાશે
યોગીએ દીપ પ્રગટાવવાની જવાબદારી અવધ યુનિવસટીને સોંપી છે. યુનિવર્સટીએ છ લાખ દીવા ખરીદવા ટેન્ડર બહાર પાડી દીધું છે. ૧૧ નવેમ્બરથી ૧૩ નવેમ્બર દરમિયાન સરયૂ નદીના કિનારે ૨૪ મોટા ઘાટ અને ૪ નાના ઘાટ પર દીવા પ્રગટાવાશે. દીવા પ્રગટાવવા માટે ૮ હજાર વિદ્યાર્થીઓને મેદાનમાં ઉતારાશે એવું સત્તાવાર રીતે કહેવાયું છે પણ છ લાખ દીવા પ્રગટાવવા માટે વધારે માણસો જોઈશે એ જોતાં મોટી સંખ્યામાં ભીડ જામશે એ નક્કી છે.
READ ALSO
- રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર
- ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ
- સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ
- ઇસુદાન ગઢવીએ ધ્રોલમાં આપઘાત કરનારા ખેડૂતના પરિવારજનો સાથે કરી મુલાકાત, આર્થિક સહાય કરવા સરકાર પાસે કરી માંગ
- પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી