GSTV
Home » News » યોગી આદિત્યનાથે આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોને 25 લાખની સહાયની જાહેરાત કરી

યોગી આદિત્યનાથે આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોને 25 લાખની સહાયની જાહેરાત કરી

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અનંતનાગમાં આતંકી હુમલામાં શહીદ થયેલા ઉત્તરપ્રદેશના જવાનોના પરિવારજનોની મદદે આવ્યા છે.સીએમ યોગીએ શહીદોના પરિવારજનોને રૂપિયા 25 લાખની આર્થિક સહાય અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે.

તેમણે કહ્યું કે શહીદોની સ્મૃતિમાં તેમના ગૃહ જનપદમાં એક રસ્તાનું નામકરણ પણ તેમના નામે કરાશે.. મહત્વનું છે કે બુધવારે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકી હુમલામાં સીઆરપીએફના ત્રણ અને એએસઆઈના બે જવાનો શહીદ થયા હતા.

જેમાં સતેન્દ્ર કુમાર અને મહેશ કુશવાહા ઉત્તરપ્રદેશના વતની હતા. યોગી આદિત્યનાથે તેમની સંવેદના વ્યક્ત કરીને શહીદોને શ્રદ્ધાંજલી આપી. અને તેમણે કહ્યું કે જવાનોની શહાદત બેકાર નહીં જાય.. પૂરો દેશ તેમની સાથે ઉભો છે..

Read Also

Related posts

Twitter થયું કડક, નેતાઓના વિવાદીત ટ્વિટને લાઈક અથવા શેર નહીં કરી શકે યૂઝર

Kaushik Bavishi

MTNL-BSNLનાં કર્મચારીઓ આનંદો, સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય

pratik shah

PMC બેન્ક કૌભાંડઃ પોલીસે કરી બેન્કના પૂર્વ ડાયરેક્ટરની ધરપકડ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!