GSTV
Gujarat Government Advertisement

ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના અઢી વર્ષ મુદ્દે યોગી આદિત્યનાથ અને અખિલેશ યાદવ આમને-સામને

Last Updated on September 19, 2019 by Mayur

ઉત્તર પ્રદેશની યોગી સરકારે અઢી વર્ષના કામકાજનો રિપોર્ટ રજૂ કર્યો છે. સીએમ યોગી આદિત્યનાથે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યમાં અઢી વર્ષમાં એક પણ કોમી તોફાન થયા નથી. સરકારે 86 લાખ ખેડૂતોનું દેવું માફ કર્યુ છે. સરકારે હંમેશાં ખેડૂત, યુવાન અને મહિલાઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધા છે.

લોકોમાં સરકારનાં શાસન પર વિશ્વાસ વધ્યો છે. રાજ્યમાં 24 કલાક વીજળી આપવામાં આવી રહી છે. અને ગુનેગારો પર લગામ લગાવવામાં આવી છે. રાજ્યમાં હત્યાની ઘટનામાં 15 ટકા અને લૂંટની ઘટનામાં 54 ટકાનો ઘટાડો થયો છે.

ભાજપના શાસનમાં પોલીસ પણ હાઈટેક બની છે. અને પોલીસ યુનિવર્સિટીની પણ સ્થાપના કરવામાં આવી છે. સીએમ યોગીએ વધુમાં જણાવ્યુ હતુ કે, આગામી બે વર્ષમાં 25 લાખ યુવાઓને રોજગારી મળશે. જેના માટે સરકાર તૈયારી કરી રહી છે.

અખિલેશે આપ્યો જવાબ

ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના અઢી વર્ષ પૂર્ણ થતા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે યોગી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. અખિલેશ યાદવે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ હતુ કે, રાજ્યમાં ભ્રષ્ટાચાર અને હત્યા સહિતના ગુનાઓની સંખ્યામાં વધારો થયો છે.

યુપી સરકારમાં ભ્રષ્ટાચાર અત્યારે ચરમસીમાએ છે. અને ગુનેગાર બેફામ બન્યા છે. અખિલેશ યાદવે કહ્યુ કે, યોગી સરકાર ખેડૂતોના દેવા માફીનો કથિત દાવો કરી રહી છે. યોગી સરકાર બાદ અખિલેશ યાદવના નિશાને કેન્દ્રની મોદી સરકાર આવી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, સરકારે દેશને શૌચાલયમાં ગુચવીને રાખ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભારત બાયોટેકનું મોટું નિવેદન / ‘કેન્દ્રને વધુ સમય 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ’, શું છે કારણ?

Dhruv Brahmbhatt

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!