GSTV
Gujarat Government Advertisement

યોગી આદિત્યનાથ દિલ્હી પહોંચતા અટકળોમાં વધારો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી શકે તેવી શક્યતા

Last Updated on June 11, 2021 by pratik shah

યુપીમાં મંત્રીમંડળ વિસ્તરણ અને સંગઠનમાં ફેરફારની ચર્ચા વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે દિલ્હી પહોંચ્યા છે. સીએમ યોગીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે. આજે જ સીએમ યોગી કેટલાક અન્ય કેન્દ્રીય મંત્રીઓ અને પાર્ટી આગેવાનો સાથે પણ મુલાકાત કરી શકે છે.

મુખ્યમંત્રી યોગી કાલે સવારે ૧૧ વાગ્યે પીએમ આવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી શકે

મુખ્યમંત્રી યોગી કાલે સવારે ૧૧ વાગ્યે પીએમ આવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી શકે છે. કાલે જ સીએમ યોગી ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી શકે છે. સૂત્રોના મતે, આગામી વર્ષે યુપીમાં યોજાનારી ચૂંટણી યોગી આદિત્યનાથ અને પક્ષના ટોચના નેતાઓની મુલાકાતનો મુખ્ય એજન્ડા રહેશે.

  • યોગી આદિત્યનાથ દિલ્હી પહાેંચતા અટકળોમાં વધારો
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા યોગી આદિત્યનાથ
  • યોગી શુક્રવારે વડાપ્રધાન મોદીને મળે તેવી શક્યતાઆે

બીજી લહેરનો સામનો કરવા મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થશે

આ સાથે જ કોરોનાની બીજી લહેરનો સામનો કરવા મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થશે. યોગીની દિલ્હી મુલાકાતને કારણે આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ કેબિનેટમાં વિસ્તરણ થવાની અટકળોમાં વધારો થયો છે. મોદી-શાહ અને નડ્ડા સાથેની બેઠકોમાં મુદ્દો પણ મહત્ત્વપૂર્ણ રહેવાનું મનાય છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પંજાબમાં ભાજપની જગ્યા બસપા લેશે: 25 વર્ષ બાદ અકાલી દળ સાથે માયાવતીનું ગઠબંધન, દલિત મતદારો ભજવશે મહત્વની ભૂમિકા

Pravin Makwana

ક્વાડ સમૂહ/ બાંગ્લાદેશમાં અમેરિકાથી એક ફોન આવતાં ફફડી ગયું ચીન, વિરોધીઓથી ઘેરાયેલું ચીન હવે ધમકી પર ઉતરી આવ્યું

Harshad Patel

અંધશ્રદ્ધા: યુપીના આ ગામમાં બન્યુ ‘કોરોના માતા’નું મંદિર, લોકો કરે છે વિધિવત પૂજા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!