ગાય તો રાજકારણમાં ઘર કરી ગઈ હો, યોગી 1.8 લાખ રૂપિયા તો ગેહલોત સરકાર દેશભક્ત તરીકે સન્માન કરશે

હજુ થોડા સમય પહેલા જ યોગી સકકારે એક જાહેરાત કરી હતી કે ગાય રાખવાનાં મહિનાનાં 1.8 લાખ રૂપિયા આપશે. એવામાં રાજસ્થાન સરકારે ગાયને લઈને એક મોટી જાહેરાત કરી છે. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારે એવી જાહેરાત કરી છે કે, જો કોઇ વ્યક્તિ કે સંસ્થા રસ્તા પર રખડતી ગાયોને પાળશે અથવા દત્તક લેશે તો તેમનું 15 ઓગષ્ટ અને 26 જાન્યુઆરીનાં રોજ જાહેરમાં તેમનું સન્માન કરવામાં આવશે. રાજસ્થાનમાં ગોપાલન વિભાગે રાજ્યનાં તમામ જિલ્લા કલેક્ટરોને આદેશ આપ્યો છે કે, તેમના વિસ્તારોમાં લોકો અને સ્વૈચ્છિક સંસ્થાઓને રખડતી ગાયોને દત્તક લેવા માટે પ્રેરણા આપો.

ગોપાલન વિભાગનાં ડિરેક્ટર વિશ્રામ મીનાએ જણાવ્યું કે, મુખ્ય આશય એવો છે કે, લોકોનાં સહકારથી ગાયોનું જનત કરીએ. જે લોકો રખડતી ગાયોનું પાલન કરશે તેમનું જિલ્લા કલેક્ટર દ્વારા આઝાદી દિન અને પ્રજાસત્તાક દિને સન્માન કરવામાં આવશે. આ માટે દરેક જિલ્લા કલેકટરને આદેશ આપી દેવામાં આવ્યા છે. આ વાતને એક કેમ્પેઇનનાં રૂપમાં લઇ જવામાં આવશે અને ઘરે ઘરે વાત પહોંચાડવામાં આવશે. પાંજરાપોળમાં લોકો રખડતી ગાયોની સેવા કરે છે. લોકો તેમના જન્મ દિવસે ગાયો માટે દાન આપે છે. જિલ્લા વહીવટીતંત્રને આ અંગે પ્રચાર કરવા માટે સુચના આપવામાં આવી છે.”

જે લોકો અને સંસ્થાઓને આ પ્રવૃતિમાં રસ છે તેમને સબંધિત જિલ્લા કલેક્ટરોને તેમનો પ્રસ્તાવ રજૂ કરવા માટે કહેવામાં આવ્યુ છે. જે લોકો ગાયને દત્તક લેવા માંગે છે તે પાંજરાપોળમાં ગાયને રાખી શકે છે અને ત્યાં ગમે ત્યારે તેની મુલાકાત લઇ શકે છે. લોકો તેમના ઘરે પણ ગાય રાખી શકે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter