ઉત્તર પ્રદેશ : કોણ છે આ વ્યક્તિ, જેના પર ટોળાને ભડકાવવાનો આરોપ લાગ્યો છે

બુલંદશહરમાં ભડકેલી હિંસા દરમિયાન પોલીસ ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહની હત્યાના માલામાં 27 લોકોને નામજદ અને 40 અજાણ્યા લોકોની સામે એફઆઈઆર કરવામાં આવી છે. આ મામલે ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

આ કેસમાં યોગેશરાજ પર લોકોને ભડકાવવાનો આરોપ છે. પ્રથમ ક્રમાંકનો આરોપી યોગેશ રાજ બજરંગદળનો જિલ્લા પ્રમુખ છે. જ્યારે બીજા ક્રમાંકનો આરોપી ઉપેન્દ્ર રાઘવ વીએચપી અને બજરંગદળનો કાર્યકર્તા છે. તો ત્રીજા ક્રમાંકનો આરોપી શિખર અગ્રવાલ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાનો ભૂતપૂર્વ અધ્યક્ષ છે.

આ મામલે ધરપકડ કરાયેલા ચાર આરોપીઓ દેવેન્દ્ર, ચમન, આશિષ ચૌહાન અને સતીષ છે. પોલીસ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆરમાં યોગેશ રાજનું નામ છે. એફઆઈઆર પ્રમાણે, યોગેશ રાજ પોતાના સાથીદારો સાથે મળીને ભીડને ભડકાવી રહ્યો હતો. સોમવારે બપોરે લગભગ સવા વાગ્યે જ્યારે પોલીસ ચોકી પર ભડકેલી ભીડ પહોંચી તો ઈન્સ્પેક્ટર સહીત અન્ય અધિકારીઓએ તેમને શાંત કરાવવાની કોશિશ કરી હતી.

પરંતુ હથિયારોથી સજ્જ ભીડ અહીં જ અટકી નહીં. પોલીસ ઈન્સ્પેક્ટર સુબોધકુમાર સિંહની પરવાનેદાર રિવોલ્વર, મોબાઈલ ફોનને ઉપદ્રવીઓએ છીનવી લીધી હતી. વાયરલેસ સેટ પણ તોડી નાખવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે બુલંદશહરમાં ગોહત્યાની આશંકામાં નોંધવામાં આવેલી એફઆઈઆરમાં યોગેશરાજનું પણ નામ હતું.

યોગેશ રાજ ફરિયાદ કરનારાઓમાં સામેલ હતો. ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહના મોતથી તેમના પૈતૃક ગામ તરગંવામાં માતમ છવાઈ ગયો છે. સુબોધ કુમાર અખલાક કેસના તપાસ અધિકારી હતા.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter