યોગેશ પટેલનો ગાંધીનગર જવાનો ઈનકાર, સીએમ રૂપાણી ઈઝરાયલથી પરત આવ્યા બાદ કરશે મુલાકાત

વડોદરામાં ત્રણ ભાજપન ધારાસભ્યોની નારાજગી સામે આવી છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર, વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને માંઝલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ પક્ષથી નારાજ થયા છે. નારાજ ધારાસભ્યોમાંથી મધુ શ્રીવાસ્તવ અને કેતન ઈનામદાર આજે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સાથે મુલાકાત કરશે, જ્યારે માંઝલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે ગાંધીનગર જવાનો ઇનકાર કર્યો છે.

યોગેશ પટેલ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ઇઝરાયલના પ્રવાસેથી પરત આવશે ત્યારે તેમની સાથે મુલાકાત કરશે. વડોદરાના ત્રણેય ભાજપના ધારાસભ્યોની નારાજગી સામે આવતા પ્રભારી ભરત પંડ્યા તાબડતોબ વડોદરા પહોંચ્યા હતા. તેમણે સાવલીમાં નારાજ ધારાસભ્ય કેતન ઈનામદાર સાથે બંધ બારણે બેઠક કરી હતી.

ભરત પંડ્યાએ કહ્યું કે ધારાસભ્યોની નારાજગી પક્ષ સાથે નહીં પણ કેટલાક અધિકારીઓ સામે છે. તમામ બાબતોનું નિરાકણ આવી જશે તેમ જણાવીને તેમણે એમ પણ કહ્યું કે ભાજપ કોંગ્રેસની જેમ સભ્યો અને કાર્યકરોને તડકામાં ઉભા રાખતાં નથી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter