GSTV

મોટા સમાચાર / સિંગર yo yo હની સિંહની મુશ્કેલી વધી, પત્ની શાલિનીએ ઘરેલુ હિંસાનો કેસ નોંધાવ્યો

Last Updated on August 3, 2021 by Karan

બોલિવૂડ સિંગર અને એક્ટર યો યો હની સિંહની પત્ની શાલિની તલવારે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. હકીકતમાં તેણે સિંગર પર ‘ધ પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયલેન્સ એક્ટ’ કાયદા હેઠળ અરજી કરી છે. આ અંગે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં અરજી કરવામાં આવી છે.

આ અરજી તીજ હજારી કોર્ટ મેજિસ્ટ્રેટ તાનિયા સિંહ સમક્ષ રજૂ કરવામાં આવી. શાલિની તલવાર વતી એડવોકેટ સંદીપ કપૂર, અપૂર્વ પાંડે અને જીજી કશ્યપે મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી કરી હતી. કોર્ટે હની સિંહ વિરુદ્ધ નોટિસ જારી કરી છે, જેમાં તેમણે સિંગરને 28 ઓગસ્ટ પહેલા જવાબ દાખલ કરવા માટે લખ્યું છે.

બંનેની જોઇન્ટ પ્રોપર્ટી ન વેચવા અને સ્ત્રીધન સાથે છેડછાડ ન કરવા પર પણ હની સિંહ પર રોક લગાવી છે. શાલિની તલવારની તરફેણમાં ઓર્ડર પાસ કરવામાં આવ્યો છે. હનીસિંગે શાલિની સિંગ જોડે લગ્ન કર્યા છે. જેમનો પરિચય ઇન્ડિયાસ રોક સ્ટાર ટીવી કાર્યક્રમ દરમિયાન પ્રથમ વખત આપવામાં આવ્યો હતો. હની સિંગનો જન્મ શીખ કુટુંબમાં હોશિયારપુર પંજાબ ખાતે થયો હતો. તેમનો અભ્યાસ સંગીત ક્ષેત્રમાં યુનાઇડેટ કિંગડમની ટ્રિનિટી કોલેજમાં થયો. તેમનું કુટુંબ પછી દિલ્હી ખાતે સ્થળાંતર થયું હતું.

પત્ની શાલિનીએ લગાવ્યા ગંભીર આરોપ

હની સિંહની પત્નીએ સિંગર પર ગંભીર આરોપ લગાવ્યા છે. શાલિનીએ હની સિંહ સહિત તેના માતા-પિતા અને બહેન પર શારીરિક હિંસા, જાતીય હિંસા, માનસિક સતામણી અને આર્થિક હિંસાનો આરોપ લગાવ્યો છે. શાલિનીએ અદાલતને જણાવ્યું હતું કે તેનું સ્ત્રીધન તેને પાછું મળવું જોઈએ અને જે મિલકત તેના અને હની સિંહના નામે છે તેને વેચવા પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે હની સિંહ અને શાલિની તલવારે 20 વર્ષની મિત્રતા અને પ્રેમ પછી વર્ષ 2011માં લગ્ન કર્યા હતા. સિખ રીતિ-રિવાસ સાથે દિલ્હીના ફાર્મહાઉસમાં બંનેએ લગ્ન કર્યા હતા. જોકે આ લગ્ન અંગે બહાર કોઇને પણ જાણ થઇ નહતી. દરમિયાન હની સિંહનું નામ ‘ફિયર ફેક્ટર- ખતરો કે ખિલાડી 5’ની કન્ટેસ્ટન્ટ ડિયાના ઉપ્પલ સાથે પણ જાડોયું, પરંતુ હની અને શાલિનીના સંબંધ નથી બદલાયા. ત્યાર બાદ બંનેના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા હતા અને ડિયાના સાથે હનીના સંબંધમાં પર પૂર્ણ વિરામ લાગ્યું હતું.

Related posts

વિરાટ કોહલીના T-20 કેપ્ટન્સી છોડવાના નિર્ણયનું પત્ની અનુષ્કાએ કંઈક આ રીતે કર્યું સ્વાગત, જાણો એક્ટ્રેસનું રિએક્શન

Damini Patel

મોટી જાહેરાત: ધોરણ 12ની વૈકલ્પિક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, આ તારીખે લેવાશે પ્રથમ પેપર, રોજ બે સેશનમાં પરીક્ષા લેવાશે

Pravin Makwana

સોશિયલ મીડિયા: પરીક્ષામાં ચોરી કરતાં પકડાયેલા વિદ્યાર્થીના પિતા હવે શિક્ષણમંત્રી, મંત્રીમંડળનો ખાલી નળ બદલવાનો હતો, સાહેબે આખી પાઇપલાઇન બદલી નાખી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!