GSTV

કરોડોની સંપત્તિનો માલિક છે યો યો હની સિંહ, એક ગીત માટે લે છે તગડી રકમ

Last Updated on August 4, 2021 by Pritesh Mehta

હાઈ હિલ્સ, અંગ્રેજી બીટ જેવા પોપ્યુલર ગીતો આપીને રાતોરાત સ્ટાર બની ગયેલા હની સીંગ આજકાલ ખુબ જ ચર્ચામાં છે. હની સિંહ પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમના પર ઘરેલુ હિંસાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. હની સિંહની પત્ની શાલિની તલવારે તેમના પર ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો છે. ભલે આજે હનીસિંહ તેમની પત્નીના આરોપોને લીધે ચર્ચામાં હોય પરંતુ તે એક એવા રેપર છે જે હંમેશા દેશના યુવાનોના દિલ પર રાજ કરે છે.

હની સિંહ

જણાવી દઈએ કે યો યો હનીસિંહનું સાચું નામ હિરદેશ સિંહ છે. સ્ટેજ પર પરફોર્મ કરતા કરતા તેમને પોતાનું નામ યો યો હની સિંહ રાખી લીધું હતું. હાનિ સિંહે પોતાની કેરિયરની શરૂઆત યુ-ટ્યુબ વિડીયો સાથે કરી હતી. જણાવી દઈએ કે લાખો લોકોના દિલ પર રાજ કરતા હની સિંહ આજે કરોડોની સંપત્તિના માલિક છે.

હની સિંહ છે કરોડોનો આસામી

હની સિંહ સૌથી આમિર રેપર્સ માંથી એક છે. અહેવાલો મુજબ યો યો હની સિંહ લગભગ 173 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. એટલું જ નહીં મીડિયા રિપોર્ટ્સમાંકહેવામાં આવ્યું છે કે રેપર હની સિંહ દર વર્ષે લગભગ 42 કરોડ રૂપિયાની આસપાસ કમાણી કરે છે.  હની સિંહ પાસે 25 મિલિયન યુએસ ડોલરની સંપત્તિ છે જે ભારતીય કરન્સી મુજબ લગબાગ 173 કરોડ રૂપિયા છે.

કમાણીના સાધનો

જણાવી દઈએ કે હની સિંહની કમાણી તેમની ગાયિકી છે. હની સિંહ એક ગીત માટે 15 લાખ રૂપિયા જેટલી તગડી રકમ વસુલ કરે છે. હની સિંહની સંપત્તિ દિવસે ને દિવસે વધતી જાય છે. એટલું જ નહીં હની સિંહ દેશનો સૌથી વધુ ટેક્સ ચુકાવનાર લોકોની યાદીમાં પણ સામેલ છે.

લક્ઝુરિયસ કારનો છે શોખીન

હની સિંહને ગાડીઓનો ગાંડો શોખ છે. આ જ કારણ છે કે તેના ગીતોમાં એક એક થી ચઢિયાતો ગાડીઓ જોવા મળે છે. કરોડોની સંપત્તિના માલિક હની સિંહ પાસે અનેક પ્રકારની ગાડીઓ છે. અહેવાલ પ્રમાણે હની સિંહ પાસે ઓડી ક્યુ 7, ઓડી આર, જેગુઆર, રોલ્સ રોય, BMW વગેરે જેવી ગાડીઓ છે.

એક નહીં અનેક ઘરનો છે માલિક

હની સિંહ પાસે દેશના અનેક સ્થળોએ વૈભવી બંગલાઓ છે. નોઈડામાં તાજેતરમાં જ હનીસિંહે એક બંગલો ખરીદ્યો છે. આ ઉપરાંત પંજાબમાં 3 કરોડથી વધુની કિંમતનો બંગલો છે. તો સાથે સાથે ગુડગાવ, દિલ્હી, મુંબઈમાં પણ એક-એક ઘર છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!