GSTV

Honey Singhનું વધુ એક ધમાકેદાર સોન્ગ થયું રિલિઝ, સાંભળીને ઝૂમી ઉઠશો

Last Updated on January 18, 2018 by Bansari

હની સિંહે ફરી વખત ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. તાજેતરમાં જ તેણે ફિલ્મ ‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી’માં એક ગીત ગાયુ હતું અને  ફરી એકવાર તે જ ફિલ્મમાં હની સિંહનું નવું ધમાકેદાર સોન્ગ રિલિઝ કરવામાં આવ્યું છે. ‘છોટે છોટે પેગ’નામનાં આ ગીતની શરૂઆત ખૂબ જ રસપ્રદ છે અને તેને લિરિક્સ પણ ખૂબ જ આકર્ષક છે. ઉલ્લેખનીય છે કે આ ગીતને રિલિઝ કરતાં પહેલાં એક વિડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં તેણે પોતાની નવી ધુનની એખ નાનકડી ઝલક પોતાના ફેન્સને સંભળાવી હતી.

આ અર્બન ડાન્સ સોન્ગમાં અભિનેતા કાર્તિક આર્યન, નુસરત ભરુચા અને સની સિંહ જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષે વેલેન્ટાઇન ડે પહેલા એટલે કે 12 ફેબ્રુઆરીના રોજ રિલિઝ થશે.

ઉલ્લેખનીય છે કે અગાઉના વિડિયોમાં હની સિંહે પોતાના ગીતોને મળી રહેલા પ્રતિસાદ માટે પોતાના ફેન્સનો આભાર માનતા કહ્યું હતું કે સૌ પ્રથમ આપનો આભાર કે તમે ‘દિલ ચોરી સાડ્ડા’ સોન્ગના રિમિક્સને ખૂબ જ પસંદ કર્યું. હની વધુ ગીતો બનાવવા માટે ફરી એકવાર હાજર છે.

Related posts

50 હજાર રૂપિયામાં શરુ કરો આ બિઝનેસ, 5 લાખ સુધી થશે કમાણી; સરકાર આપશે 40% સબસિડી

Damini Patel

ફોન પર કહ્યું હું કિડનૈપ થઈ ગયો છું, આખી રાત 600 પોલીસ જવાનો શોધતા રહ્યા, સવારે બોલ્યો-થોડો છાંટોપાણી કર્યું હતું એમાં આવું થયું

Pravin Makwana

ઠાગાઠૈયા/ એક વર્ષનો સમય વીતી ગયો છતાં ગુજરાતના ‘ગુંડા’ એક્ટને મંજૂરી નહીં, કેન્દ્રની સ્પષ્ટતા છતાં કાયદો અદ્ધરતાલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!