GSTV

રાજ્યસભામાં મંગળવારનો દિવસ રહ્યો ઐતિહાસિક, સાડા ત્રણ કલાકમાં રેકોર્ડબ્રેક 7 બિલ પાસ

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન, રાજ્યસભા માટે 22 સપ્ટેમ્બર 2020નો દિવસ સૌથી વધુ ખતરનાક હતો. રાજ્યસભામાં મંગળવારે,3.30 કલાકમાં 7 બિલ-કાયદા પસાર કરવામાં આવ્યા હતા. આ સંખ્યા અગાઉ કરતા વધારે છે. પસાર થયેલા આ ખરડા-કાયદામાં અનાજ, કઠોળ, તેલીબિયાં, ખાદ્યતેલ, બટાટા અને ડુંગળીને જરૂરી ચીજવસ્તુઓની સૂચિમાંથી દૂર કરવાની મોલ-વેપારીઓની તરફેણના બિલનો સમાવેશ થાય છે. આઠ સભ્યોના સસ્પેન્ડને કારણે વિપક્ષના મોટાભાગના સાંસદોએ કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો. તે જ સમયે આ બિલ પસાર કરવામાં આવ્યા હતા. અગાઉ લોકસભામાં પસાર થઈ ચૂક્યા છે.

રાજ્યસભામાં આ બીલો પર ચર્ચામાં માત્ર ભાજપ, જેડીયુ, એઆઈએડીએમકે, બીજુ જનતા દળ, વાયએસઆર કોંગ્રેસ અને ટીડીપીએ ભાગ લીધો હતો. મોટાભાગના બિલ પર સભ્યોની ભાગીદારી ઘણી ઓછી હતી.

New Delhi: A view of Parliament on the day of the presentation of the Union Budget 2020-21 in the Lok Sabha, in New Delhi, Saturday, Feb. 1, 2020. (PTI Photo/Manvender Vashist) (PTI2_1_2020_000030B)

રાજ્યસભામાં પસાર થયેલા 7 બિલ

  1. ભારતીય માહિતી ટેકનોલોજી કાયદો (સુધારો) બિલ -2020.
  2. આવશ્યક ચીજવસ્તુઓ (સુધારો) બિલ -2020.
  3. બેંક રેગ્યુલેશન (સુધારા) બિલ -2020.
  4. કંપની સુધારણા બિલ -2020 પણ પસાર થયું.
  5. રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બિલ -2020
  6. રાષ્ટ્રીય સંરક્ષણ યુનિવર્સિટી બિલ -2020.
  7. કરવેરા અને અન્ય કાયદા (કેટલીક જોગવાઈઓમાં છૂટ અને સુધારા) બિલ -2020.

બુધવારે પાંચ બીલ લીધા બાદ રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી શકાય છે.

READ ALSO

Related posts

વડોદરાવાસીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ઘરમા જ બોલાવી ગરબાની રમઝટ

Nilesh Jethva

OnePlusના આ ચાર ફોનમાં આવી રહ્યા છે અપડેટ: બદલાઈ જશે ખાસ ફીચર્સ

pratik shah

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની સભાનો ફિયાસ્કો, ખુરશીઓ ખાલી રહેતા બાળકોને ખેસ પહેરાવી સભામાં બેસાડી દેવાયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!