દેશમાં લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગો(MSMEs)ને મજબૂત અને એની ફંડિંગ કરવા માટે પ્રાઇવેટ સેક્ટરની યસ બેંકે એમએસએમઈ ઇનિશિએટિવ (YES MSME initiative)ની શરૂઆત કરી છે. આ પહેલ દ્વારા યસ બેન્ક સરળતાથી અને ઘણી ઝડપથી MSME સેકટની કંપનીઓને ફંડ પૂરું પાડશે. બેંકે પોતાના નિવેદનમાં કહ્યું કે, MSMEની ખાનગી અને બિઝનેસ, બંને જરૂર પુરી થશે. સાથે જ નવા જમાનાના આંતરપ્રિન્યોરને પોતાની ક્ષમતાનો વિસ્તર કરવામાં પણ મદદ મળશે. બેંકે કહ્યું કે એમની YES MSME પહેલા નાના ઉદ્યોગોને વેપાર વધારવામાં અને ગ્રોથ કરવામાં મદદ કરશે.
YES MSME ઇનિશિએટિવ હેઠળ યસ બેંકે સ્ટાર્ટઅપને કોઈ પણ કોલેટ્રલ (collateral free loans) એટલે કઈ પણ ધીરો મુકવા વગર 5 કરોડ રૂપિયા સુધી લોન આપવાની ઘોષણા છે. આ સતાહૈ જ બેંકે MSMEs માટે લોનની પ્રોસેસિંગ ટાઈમને ઓછો કરવા નિર્ણય લીધો છે. એટલે સોલ્યુશન્સ સાથે ડેડીકેટેડ રેઇલેશનશિપ મેનેજર્સની સુવિધા આપવાની ઘોષણા કરી છે.
MSME સેક્ટરની ઇન્ડિયન ઈકોનોમીમાં 30% ભાગીદારી

YES MSME ઇનિશીટિવના લોન્ચ પર MSMEs મિનિસ્ટર અને કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, MSME સેક્ટર ભારતીય અર્થવ્યવસ્થાની રિઢનું હાડકું છે અને ઇન્ડિયન ઇકોનોમીમાં એની ભાગીદારી 30% છે. આ સેક્ટરે અત્યાર સુધી 11 કરોડ નોકરીઓ ઉપલબ્ધ કરાવી છે. આ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ સમયની જરૂરત છે અને અમને આશા છે કે ઇન્ડસ્ટ્રી અને સરકારની સહાયથી આ સેક્ટર વિસ્તાર કરશે.
YES MSME ઇનિશિએટિવની 4 ખાસ વાતો

- યાસ બેન્ક MSMEs લોન લેવા અને કસ્ટમાઇઝ ફંડિંગના સરળ ચેનલ્સ ઉપલબ્ધ કરાવશે. એના માધ્યમથી MSMEs સરકારી કીમોમાં રોકાણ કરી સાથે જ બેન્ક IPO લાવવામાં પણ MSMEs ની મદદ કરશે.
- MSMEs અને સ્ટર્ટઅપને કારણે એકાઉન્ટ્સને સેવિંગ એકાઉન્ટ અને ફિક્સ્ડ ડિપોઝીટ એકાઉન્ટમાં અદલા-બદલીની સુવિધા મળશે. સેવિંગને પ્રોત્સાહન આપવા માટે YES Premia, YES First Business જેવી લોયલ્ટી રીવોર્ડ પ્રોગ્રામ શરુ કરવામાં આવશે.
- આ પહેલ હેઠળ બિઝનેસ ઇન્શ્યોરન્સ સાથે ઇન્ડીવીશ્યુઅલ ઇન્શ્યોરન્સ જેવા- લાઈફ ઇન્શ્યોરન્સ, હેલ્થ ઇન્શ્યોરન્સ અને જનરલ ઇન્શ્યોરન્સની સુવિધા મળશે. એ ઉપરાંત બેન્ક વેલ્થ અને ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન પ્રદાન કરશે.
- સ્ટાર્ટઅપને વગર કોઈ ધીરો મૂકી કોલેટ્રલ ફ્રી 5 કરોડ રૂપિયા સુધી લોનની સુવિધા મળશે. એ ઉપરાંત તેમને ફિટનેસ પાર્ટનરશીપ અને ડિજિટલ પેરોલ સોલ્યુશન્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
Read Also
- પરિવાર વાદ ભારે પડયો/ ગુજરાત જીતવાની ફેંકમફેંક કરતા કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓ ભાઈ-ભત્રીજા કે પુત્રોને ન જીતાડી શક્યા
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ 31માંથી 31 પર ભાજપનો ભગવો, મહાનગર પાલિકા પછી જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસનો સફાયો
- જીતનો પાવર/ 2015ની ચૂંટણીમાં મળેલી હારનું વ્યાજ સાથે 2021માં વસૂલ કર્યું, 2022માં પણ ગુજરાતમાં ભાજપના જ સિક્કા વાગશે
- એક એક મતની કિંમત હોય છે પૂછો આ ભાજપના ઉમેદવારને, સત્તાધારી પક્ષના ઉમેદવારનું નસીબ એટલું બળવાન કે…..
- મોટો ઝટકો/ પીએમ મોદીના હોમટાઉન મહેસાણામાં આપની એન્ટ્રી, આ તાલુકા પંચાયતમાં કેજરીવાલના ઉમેદવાર જીત્યા