GSTV
Gujarat Government Advertisement

સેન્સેક્સમાં ઈતિહાસનો બીજો સૌથી મોટો ઘટાડો, જો કે Yes Bankના શેર ધારકો માટે આવી ખુશ ખબરી

Yes Bank

Last Updated on March 16, 2020 by

અમેરિકાના બજારોની તેજી અને ફેડરલ બેન્કે વ્યાજ દરમાં કરેલો ઘટાડો સેન્સેક્સને તેજી અપાવવામાં નિષ્ફળ રહ્યો છે. કોરોના વાઈરસનું સંક્રમણ વધવાના ખતરાથી ભારતીય બજારોમાં જબરજસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે જ સેન્સેક્સમાં ઈતિહાસનો બીજો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. જોકે યસ બેન્કના શેરમાં 50 ટકા ઉછાળો જોવા મળ્યો છે.

  • કોરોનાનો કરંટ માર્કેટમાં યથાવત
  • ઈતિહાસનો બીજા સૌથી મોટો કડાકો
  • ફેડરલ બેંકે વ્યાજદર ઘટાડ્યા છતાં માર્કેટમાં મંદી
  • વિદેશી રોકાણકારોમાં વૈશ્વિક મંદીનો ડર

સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારમાં ફરી જોરદાર કડાકો જોવા મળ્યો છે. દિવસભરના ભારે-ચડાવ ઉતાર બાદ સેન્સેક્સ 2713 પોઈન્ટ તૂટીને અંતે 31,390ના સ્તરે બંધ થયું છે. માર્કેટમાં જોવા મળેલી ભારે વેચવાલીને પગલે સેન્સેક્સ 8 ટકા જેટલો તૂટ્યો છે. તો નિફ્ટીમાં પણ 7.60 ટકાનો કડાકો જોવા મળ્યો છે. નિફ્ટી 756 પોઈન્ટ તૂટીને 9,199ના સ્તરે બંધ રહ્યું છે. સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો તમામ સેકટર્સમાં વેચવાલીનું ભારે દબાણ રહ્યું હતું. જેને પગલે મેટલ, ફાર્મા, આઈટી, રિયલ્ટી, મીડિયા, ઓટો. પીએસયૂ બેંક, એફએમસીજી અને પ્રાઈવેટ બેંક મોટા ભાગના શેર્સ રેડ ઝોનમાં બંધ રહ્યાં હતા.

વેદાંતામાં 11 ટકા જેટલો કડાકો

માર્કેટના કડાકા વચ્ચે દિગ્ગજ શેર્સની વાત કરીએ તો એનએસઈ પર તમામ કંપનીઓના શેર્સ રેડ ઝોનમાં જોવા મળ્યાં. ઈન્ડુસલેન્ડ બેંક 18.35 ટકા તૂટીને 664.15ની સપાટીએ બંધ રહ્યો. તો જેએસડબલ્યૂ સ્ટીલ 14.82 ટકા તૂટીને 186એ બંધ રહ્યાં. આ ઉપરાંત ટાટા સ્ટીલ 10.70 ટકા તૂટીને 289.60ના સ્તરે બંધ રહ્યું. જ્યારે વેદાંતામાં 11 ટકા જેટલો કડાકો જોવા મળ્યો અને અંતે 74.85ના ભાવે બંધ રહ્યાં.

માર્કેટમાં ઘટાડાના મુખ્ય કારણો

  • યુએસ ફેડરલ બેંકે વ્યાજ દરમાં ઘટાડો કરીને તેને શૂન્યની નજીક લાવ્યાં
  • યુએસ ફેડના પગલાં બાદ બોન્ડ બજારમાં ખરીદી વધી
  • કોરોના વાયરસ ફેલાવવાને કારણે બિઝનેસ અને ટ્રાવેલ્સ ઠપ
  • દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વધવાના સમાચારને કારણે રોકાણકારોમાં ડર
  • મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોના વાયરસના કેસમાં વધારો
  • વૈશ્વિક ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસેલના મત મુજબ કોરોનાના ભયને કારણે ભારતીય કંપનીઓની સામે ક્રેડિટનું દબાણ વધ્યું
  • એરલાઈન્સ, હોટલ, મોલ્સ, મલ્ટીપ્લેક્સ અને રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ અસર
  • ફોરેન ઈન્વેસ્ટસર્ે સ્થાનિક માર્કેટમાંથી પૈસા કાઢી લેતાં બજાર પર દબાણ
  • માર્ચમાં અત્યાર સુધીમાં રોકાણકારોએ ૩૫,૦૦૦ કરોડ રૂપિયા કાઢ્યા
  • કોરોના વાયરસ ફેલાવવાને કારણે રોકાણકારોમાં ડર

માર્કેટમાં જોવા મળેલા ભારે કડાકા વચ્ચે યસ બેંકના શેર જોરદાર વધારા સાથે બંધ રહ્યાં. યસ બેંકના શેર 45 ટકા વધીને 37.10ના સ્તરે બંધ રહ્યાં. યસ બેંકે ટ્વીટ કરી જાણકારી આપી છે કે 18 માર્ચ સાંજે 6 વાગ્યા પછી ગ્રાહક પોતાના ખાતામાં સામાન્ય લેવડદેવડ કરી શકશે. બેંકના ખાતેદારો તમામ 1,132 શાખાઓમાં લેવડદેવડ કરી શકશે જેની અસર માર્કેટમાં યસ શેરના જોવા મળી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

વેક્સિનેશન પોલીસ પર રાહુલ ગાંધીના ચાબખા, કહ્યું: મોદી સરકારને પોતાનું PR કરવામાં વધુ રસ

Pritesh Mehta

WTC Final / ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનુ તૂટ્યું, ન્યૂઝીલેન્ડે રચ્યો ઇતિહાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!