GSTV

યસ બેંકે અનિલ અંબાણીની મુંબઈના ઓફિસ કરી જપ્ત, લેવાના નીકળે છે 2,892 કરોડ રૂપિયા

યસ

Last Updated on July 30, 2020 by Bansari

યસ બેંકે અનિલ અંબાણીની કંપની અનિલ ધીરુભાઇ અંબાણી ગ્રુપ (ADAG)ના મુંબઇ ખાતેની હેડ ઑફિસને એટેચ કરી હતી. ખરેખર તો એમ કહી શકાય કે યસ બેંકે અનિલની મુંબઇ ઑફિસ કબજે કરી લીધી હતી. યસ બેંકે અનિલની કંપની પાસે 2,892 કરોડ રૂપિયા લેવાના નીકળે છે. એક અંગ્રેજી વાણિજ્ય દૈનિકના રિપોર્ટ મુજબ અનિલની આ ઑફિસ 21 હજાર ચોરસ ફૂટમાં વિસ્તરેલી છે. બેંકે આ પહેલાં પોતે આપેલા કર્જની ઉઘરાણી એક કરતાં વધુ વખત હતી એમ કહેવાય છે. આ ઉપરાંત દક્ષિણ મુંબઇમાં આવેની નાગિન મહલ ઇમારતના બે મજલા પણ બેંકે કબજે કરી લીધા હતા. SARFESI એક્ટની જોગવાઇ મુજબ બેંકેં આ પગલું લીધું હતું.

અનિલે કહ્યું હતું કે જરૂર પડ્યે હું મારી પ્રોપર્ટીઝ વેચી નાખીને પણ આ કર્જ ચૂકવી આપીશ

વાસ્તવમાં અનિલ અંબાણી ગ્રુપે યસ બેંક પાસેથી કુલ 12,000 કરોડ રૂપિયાનું કર્જ લીધું હતું. આ વર્ષના માર્ચમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ કર્જ બાબત પૂછતાં અનિલે એવો દાવો કર્યો હતો કે યસ બેંકનું આ કર્જ સુરક્ષિત છે. અનિલે કહ્યું હતું કે જરૂર પડ્યે હું મારી પ્રોપર્ટીઝ વેચી નાખીને પણ આ કર્જ ચૂકવી આપીશ. કર્જના હપ્તા અનિયમિત ચૂકવવા બાબત બેંકે કરેલી પૂછપરછ દરમિયાન અનિલે એમ કહ્યું હોવાનું મનાય છે કે યસ બેંકના ભૂતપૂર્વ ડાયરેક્ટર રાણા કપૂર, રાણાનાં પત્ની કે પુત્રી ઉપરાંત રાણાના વહીવટ હેઠળની કોઇ કંપની સાથે મારે કશી લેવાદેવા નથી.

અત્રે એ નોંધનીય છે કે ચાલુ વર્ષના મે માસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રાણા કપૂર અને તેમની પુત્રીઓ રોશની કપૂર, રાધા કપૂર તથા રાખી કપૂર સામે છેતરપીંડીનો કેસ કર્યો હતો. ત્યારબાદ રાણા કપૂરે યસ બેંકના ડાયરેક્ટરપદેથી રાજીનામું આપી દીધું હતું. હાલ યસ બેંકનો કારભાર બેંકના ડાયરેક્ટર પ્રશાંત કુમાર સંભાળી રહ્યા હતા. અત્યાર અગાઉ પ્રશાંત કુમાર સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાના ચીફ ફાઇનાન્શિયલ ઑફિસર રહી ચૂક્યા હતા. તેમણે એસબીઆઇમાં 36 વર્ષ સેવા આપી હતી. હાલ તેઓ યસ બેંકનો કારભાર સંભાળી રહ્યા હતા.

2008માં અનિલ અંબાણી વિશ્વના છઠ્ઠા ક્રમના શ્રીમંત વ્યક્તિ હતા. પરંતુ ટેલિકોમ, પાવર અને એન્ટરટેઇનમેન્ટ સેક્ટરમાં તેમને ગંજાવર ખોટ ગઇ હતી જેને પગલે એ કરજમાં ડૂબતા ચાલ્યા હતા. આ વર્ષના ફેબ્રુઆરીમાં લોન અંગેના એક કેસમાં તેમણે બ્રિટનની કોર્ટમાં પોતાની નેટવર્થ શૂન્ય ગણાવી હતી.

Read Also

Related posts

બિગ બોસમાં સલમાનની જગ્યાએ હવે કરણ જૌહર કરશે હોસ્ટ, સોશિયલ મીડિયા પર કરી મોટી જાહેરાત

Pravin Makwana

જય ભીમ: સાઉથ સુપરસ્ટાર સૂર્યાએ ફેન્સને આપી ખુશખબર, આગામી ફિલ્મનું પોસ્ટર શેર કર્યું

Pravin Makwana

ગુરુ પૂર્ણિમા/ ડાકોર- શામળાજીમાં ઉમટ્યું માનવ મહેરામણ, અંબાજી સહિત આ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ લીધો દર્શનનો લ્હાવો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!