GSTV
Gujarat Government Advertisement

Yes Bank ભલે સદ્ધર થઈ ગઈ પણ આ સ્કીમમાં રોકાણ કરનારને 10 હજાર કરોડ તો ડૂબ્યા, બેન્કે હાથ અદ્ધર કર્યા

YES BANK

Last Updated on March 19, 2020 by Arohi

યસ બેન્ક (Yes Bank)ના બોન્ડમાં રૂપિયા લગાવનારાઓના આશરે રૂ.10000 કરોડ ડૂબી ગયા છે. બોન્ડમાં દેશની ટોપ પ્રાઇવેટ બેંકોમાં ગણના પામતી યસ બેન્કનું સંકટ સામે આવ્યું ત્યારે તમામ લોકોમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું હતું. RBIએ રિઝર્વ બેન્ક પર ઘણાં પ્રતિબંધો લગાવી દીધા હતા. RBIએ યસ બેન્કના એડિશનલ ટીયર (AT 1)બૉન્ડને ખતમ કરવાનો ફેંસલો લીધો હતો અને હવે બોન્ડને રાઈટ ઓફ કરવાનો યસ બેન્કનો નિર્ણય રોકાણકારોની મોટી રકમને ગળી જશે. બેંકે ત્રીજા ક્વાર્ટરના ખરાબ પરિણામો જોતા આ પગલું ભરવાનું નક્કી કર્યું છે.

RBIએ Yes Bankના બોન્ડને રાઈટ ઓફ કરવાની સલાહ આપી

yes bank

બેન્કના રોકાણકારોમાં એવા રિટાયર્ડ રોકાણકારો છે જેણે ફિક્સ્ડ ડિપોઝીટમાંથી નાણાં ઉપાડીને આ બૉન્ડમાં લગાવ્યાં હતા જેથી તેમને ઊંચું રિટર્ન મળી શકે. RBIએ યસ બેન્કના બોન્ડને રાઈટ ઓફ કરવાની સલાહ આપી ત્યારે બૉન્ડ માર્કેટમાં અનિશ્ચિતતા વધી હતી કેમ કે અન્ય બેન્કના બોન્ડ્સની કિંમતોમાં ભારે ઘટાડો થવા લાગ્યો હતો. AT 1 બૉન્ડ એક્સપાયરી ડેટ વગરના સ્થાઈ બોન્ડ હોય છે, જેને બેન્ક પોતાના લાંબાગાળા માટે મૂડીની જરૂરિયાતને પુરી કરવા માટે જારી કરતી હોય છે. આ બોન્ડ્સને સેમી ઈકવિટી ટુલ્સ પણ માનવામાં આવે છે અને તેનું નિયમન RBI કરે છે.

Yes bank

રોકાણકારો આ બોન્ડ્સને પરત કરી શકતા નથી પરંતુ બેંકો પાસે બોન્ડને પરત લેવાનો વિકલ્પ હોય છે.  AT 1 બોન્ડ બેંકો અને કંપનીઓ દ્ગારા જારી થયેલ અન્ય બોન્ડ્સ જેવા જ હોય છે, જે રેગ્યુલર ઇન્ટરવેલ પર એક નક્કી કરેલ વ્યાજ ચૂકવે છે. સામાન્ય રીતે આ બોન્ડ બિનસ્થાઈ બોન્ડની સરખામણીએ વધુ વ્યાજ આપતા હોય છે. તેમને જારી કરનાર બેન્કની કોઈ જવાબદારી નથી હોતી કે તે રોકાણકારોને તેમાં લગાવેલ મૂડી પરત કરે. આ બોન્ડ્સનો કારોબાર પણ એક્સચેન્જમાં થાય છે. નાણાં જરૂર ઉભી થાય ત્યારે તેને વેચી શકાય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta

સેલવાસ: વૃદ્ધ દંપતીને એકલા જોઈ કર્યો ઘરમાં ‘હાથ સાફ’, 7 લાખના દાગીનાની થઇ ચોરી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!