GSTV
Gujarat Government Advertisement

YES BANK : હજુ પણ તમે 50,000થી વધુ નહીં ઉપાડી શકો, RBIએ લીધો છે આ નિર્ણય

yes bank

Last Updated on March 18, 2020 by Mayur

ખાનગી ક્ષેત્રની ચોથા ક્રમાંકની સૌથી મોટી યસ બેંકના બોર્ડને વિખેરીને 5જી માર્ચે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સમગ્ર કારોબાર પોતાના તાબા હેઠળ લઈ લીધો હતો. RBIએ યસ બેંકના ખાતાધારકો માટે પ્રતિ માસ 50,000 રૂપિયની ઉપાડ મર્યાદા પણ લાદી હતી. જોકે 13 દિવસ બાદ આવતીકાલે યસ બેંક પર લાદવામા આવેલ ઉપાડ મર્યાદા આવતીકાલે સાંજે દુર થવા જઈ રહી છે.

yes bank

દર ત્રીજા ગ્રાહકે જ 50,000નો ઉપાડ

બુધવારે સાંજે છ કલાકે યસ બેંકના ખાતાધારકો પર લાદવામાં આવેલ 50,000 પ્રતિ મહિનાની ઉપાડ મર્યાદા દુર થવાની છે તેવામાં બેંકમાંથી મોટા પાયે ઉપાડ થશે,તે વ્યાજબી છે.પરંતુ આજે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં કાર્યકારી વડા અને RBIએ નિમેલ વહીવટકર્તા પ્રશાંત કુમારે એક ચોંકાવનારૂં નિવેદન આપ્યું છે. કુમારે કહ્યું કે દર ત્રીજા ગ્રાહકે જ 50,000નો ઉપાડ 13 દિવસમાં કર્યો છે એટલેકે બેંકના 33% ગ્રાહકોએ જ 50,000 રૂપિયા ઉપડ્યા છે અને બીજા 66% ગ્રાહકો આ લિમિટ સુધી નથી પહોંચ્યા. ગ્રાહકોએ યસ બેંક પર રાખેલ વિશ્વાસ અદ્દભુત છે અને આગામી સમયમાં પણ ગ્રાહકોનો વિશ્વાસ ટકાવી રાખવાની બાંહેધરી કુમારે આપી છે.છેલ્લા એક વર્ષથી કથળતી જઈ રહેલ યસ બેંકની આર્થિક સ્થિતિને જોતાં થાપણદારોનો વિશ્વાસ પણ ઘટ્યો હતો. છેલ્લા એક વર્ષમાં મોટાપાયે યસ બેંકના ડિપોઝીટરોએ પૈસા ઉપાડ્યા છે.

 31મી ડિસેમ્બર, 201831મી ડિસેમ્બર, 2019
કુલ ડિપોઝીટ2,22,758 કરોડ1,65,755 કરોડ
ટર્મ ડિપોઝીટ1,48,642 કરોડ1,12,552 કરો
બચતખાતાની જમા રકમ44,589 કરોડ29,764 કરોડ
ચાલુ ખાતાની જમા રકમ29,538 કરોડ23,440 કરોડ

પ્રશાંત કુમારે કહ્યું કે યસ બેંકની સાફસફાઈ પૂર્ણ થઈ ગઈ છે. બેલેન્સ શીટમાંથી આશંકા હેડળની બેડલોનને NPA જાહેર કરી છે છે અને જરૂરી પગલાં લીધા છે. બેંકનો પ્રોવિઝન કવરેજ રેશિયો ત્રીજા કવાર્ટરના અંતે 43.1%થી વધીને 72.7%એ પહોંચ્યો છે.

YES BANK

કાલ સાંજથી તમામ પ્રતિબંધો દૂર થશે

તેમણે ખાતાધારકોને વિશ્વાસ અપાવ્યો કે બેંકમાં લિક્વિડિટીની કોઈ સમસ્યા નહિ થાય. કાલ સાંજથી બધા જ પ્રતિબંધો દુર થશે અને ગ્રાહકો બધા જ બેંકિંગ વ્યવહારો કરી શકશે. 13 દિવસમાં સમગ્ર રીકસ્ટ્રકશન પ્રક્રિયા પૂર્ણ કરી તે બદલ RBI અને SBI સહિતના નવા રોકાણકારોનો આભાર પણ કુમારે વ્યકત કર્યો છે.આવતીકાલથી ફરી રાબેતા મુજબ શરૂ થનાર યસ બેંકના ATM મશીનમાં પણ પુરતી રોકડ હશે અને થાપણદારોને તેમના પૈસા સહી-સલામત પરત મળવાનો વિશ્વાસ અપાવ્યો છે.

YES

SBIએ પણ દર્શાવ્યો વિશ્વાસ

SBI ચેરમેન રજનીશ કુમારે કહ્યું કે અમે હવે યસ બેંકના સૌથી મોટા રોકાણકાર છીએ. હું સામાન્ય જનતાને આશ્વસ્થ કરૂં છું કે SBI આગામી ત્રણ વર્ષમાં યસ બેંકનો એક પણ એટલેકે એક પણ શેર નહિ વેચે. ભવિષ્યમાં બધી જ નાણાંકીય જરૂરિયાત માટે એક બેંક તરીકે SBI યસ બેંકની સાથે હશે અને RBI દ્વારા પણ જરૂરી સહાયની ખાતરી આપવામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!