GSTV

કોઇપણ ડોક્યૂમેન્ટ વિના આ બેન્ક આપશે ફટાફટ લોન, બ્રાન્ચના ધક્કા ખાવાની પણ નહીં પડે જરૂર: જાણો શું છે સ્કીમ

લોન

દેશની ખાનગી ક્ષેત્રની Yes Bank એ લોન ઇન સેકેન્ડ્સની શરૂઆત કરી છે. તેના દ્વારા બેન્કના પ્રીઅપ્રૂવ્ડ લાયબિલીટી એકાઉન્ટ હોલ્ડર્સને રિટેલ લોન તરત જ મળી જશે. આ ડિજિટલ પહેલનો હેતુ ગ્રાહકોને બેન્કની બ્રાન્ચમાં ગયા વિના અને કોઇપણ દસ્તાવેજ વિના તેમની આર્થિક જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ માટે અવરોધ રહિત તત્કાલ લોન ઉપલબ્ધ કરાવાનો છે.

એક ઑફિશિયલ નિવેદન અનુસાર, આ નવી સ્કીમમાં એક સારી વાત એ છે કે આ લોન માટે ગ્રાહકોને બેન્કમાં જવાની જરૂર નહી પડે, તે નેટ બેન્કિંગ દ્વારા તેના માટે અપ્લાય કરી શકે છે. કોરોના સંકટ વચ્ચે Yes Bankના ગ્રાહકો માટે આ સ્કીમ રાહત આપનારી છે. Yes Bank દ્વારા કોરોના કાળમાં લોકોને પડી રહેલી આર્થિક મુશ્કેલીને ધ્યાનમાં લઇને આ સુવિધા શરૂ કરવામાં આવી છે.

yes bank

Loan In Seconds માટે Yes Bankના યોગ્ય ગ્રાહકોને બેન્ક તરફથી સંપર્ક કરવામાં આવશે. તેમને મોકલવામાં આવેલા ઇમેલ અથવા એસએસએસમાં ઇન્સટંટ લોન માટે અપ્લાય કરવાની લિંક હશે. ગ્રાહકોએ ફાઇનલ ઓફર વેરિફાય અને સ્વીકાર કરવાની રહેશે, જે બાદ તેમના એકાઉન્ટમાં તરત લોનની ધનરાશિ આવી જશે.

બેન્કે જણાવ્યા અનુસાર લોન આ યોજના અંતર્ગત લોન એપ્લીકેશનનું એસેસમેંટ રિયલ ટાઇમમાં થાય છે. તેનાથી ડોક્યુમેંટેશનની લાંબી પ્રક્રિયા નથી રહેતી અને ગ્રાહકને જલ્દી લોન મળી જાય છે. આ ફીચરની મદદથી ગ્રાહકને બેન્ક બ્રાન્ચમાં ગયા વિના અને કોઇપણ પ્રકારના ડોક્યુમેંટેશન વિના ઓનલાઇન વેરિફિકેશન બાદ તરત જ લોન આપવામાં આવે છે.

Yes Bankમાં રિટેલ બેન્કિંગના ગ્લોબલ હેડ રાજન પટેલે કહ્યું કે આ રજૂઆતનો હેતુ ગ્રાહકોને સુવિધાજનક રૂપે રિટેલ પ્રોડક્ટ્સની વ્યાપક રેન્જ ઉપલબ્ધ કરાવાનો છે. Loan in Secondsથી અમે ગ્રાહકોને એક અલગ બેન્કિંગ અનુભવ ઉપલબ્ધ કરાવીશું. લોનના રૂપિયા સંપૂર્ણ રીતે પેપરલેસ અને અવરોધ રહિત રીતે તેમના ખાતામાં તરત જ પહોંચશે.

Loan In Seconds  દ્વારા આ રીતે મળશે લોન

– Loan In Seconds અંતર્ગત જે પણ ગ્રાહક લોન લેવા માટે યોગ્ય હશે. તેમને Yes Bank તરફથી સંપર્ક કરવામાં આવશે.

– તેમને બેન્ક દ્વારા મોકલવામાં આવેલા ઇ-મેલ અથવા મેસેજમાં ઇંસ્ટન્ટ લોન માટે અપ્લાય કરવાની લિંક હશે.

– ગ્રાહકોને ફાઇનલ ઑફર વેરિફાય અને સ્વીકાર કરવાની રહેશે તે બાદ લોન રિકવેસ્ટને ઓથેંટિકેટ કરવાની રહેશે. તે બાદ તેના એકાઉન્ટમાં તરત લોનની રકમ આવી જશે. તેના માટે કોઇ દસ્તાવેજ જમા નહી કરાવા પડે અને બ્રાન્ચ પર જવાની પણ જરૂર નહી રહે.

Read Also

Related posts

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah

અમદાવાદમાં આજે નવા 8 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરમાં કરવામાં કુલ આંક 303 પર પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!