GSTV

Yes Bankમાં રૂપિયા છે? ગભરાવ નહી, મોદી સરકારે કરી છે આ વ્યવસ્થા

yes bank

Last Updated on March 6, 2020 by Bansari

ભારતીય રિઝર્વ બેન્કે (RBI) યસ બેન્ક પર લગામ કસતા હવે ગ્રાહકો ફક્ત 50 હજાર રૂપિયા ઉપાડી શકશે. આરબીઆઇનો આ આદેશ આગામી એક મહિના માટે છે. તેના કારણે દેશભરના યસ બેન્કના ગ્રાહકો ચિંતિત થઇ ગયા છે અને ગુરુવારે રાતે અનેક શહેરોમાં યસ બેન્કના એટીએમ પર ગ્રાહકોની લાંબી લાઇનો જોવા મળી.

જો કે આ સંકટ છતાં યસ બેન્કના ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી કારણ કરે સરકારે એક એવી જોગવાઇ કરી છે જેથી બેન્ક ફડચામાં જાય તો પણ ગ્રાહકોને રૂપિયા સુરક્ષિત રહે છે.

એસબીઆઇના પૂર્વ સીએફઓ પ્રશાંત કુમારને યસ બેન્કના એડમિનિસ્ટ્રેટર નિયુક્ત કરવામાં આવ્યા છે.આરબીઆઇએ આ કાર્યવાહી બેન્કની આર્થિક સ્થિતિને જોતા કરી છે. યસ બેન્ક પાછલા ઘણાં સમયથી ફંડ એકઠુ કરવા માટે સંઘર્ષ કરી રહી છે. અગાઉ ગુરુવારે એવી ખબર આવી હતી કે સરકારે દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઇને યસ બેન્કમાં હિસ્સો ખરીદવા કહ્યું છે.

આ છે સરકારની વ્યવસ્થા

હકીકતમાં પીએમસી બેન્ક કૌભાંડ સામે આવ્યા બાદથી બેન્કોમાં ગ્રાહકોની જમા રાશિના ભવિષ્યને લઇને ચર્ચા થઇ રહી છે. આ ચર્ચા વચ્ચે નાણાકીય વર્ષ 2020-21 સામાન્ય બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. હકીકતમાં બેન્ક એકાઉન્ટમાં જમા રકમ પર ઇન્શ્યોરન્સ ગેરેન્ટીની મર્યાદા વધારી દેવામાં આવી છે.

27 વર્ષ બાદ બદલાયો નિયમ

PMC કૌભાંડ બાદ ફરી એકવાર એવી માગે જોર પકડ્યુ હતું કે વીમા રકમને વધારવામાં આવે. હવે આ કાયદામાં 27 વર્ષ બાદ બદલાવ કરવામાં આવ્યો છે. તેની પહેલાં 1993માં બેન્કિંગ ડિપોઝીટ્સ પર ઇન્સ્યોરન્સની રકમ વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી હતી.

પહેલાની જોગવાઇ અંતર્ગત જો કોઇ બેન્ક ફડચામાં જાય તો તેના જમાકર્તાઓને વધુમાં વધુ 1 લાખ રૂપિયાની રકમ સરકાર આપતી હતી. પરંતુ સામાન્ય બજેટમાં એલાન બાદ હવે બેન્કોમાં જમા રકમ પર 5 લાખ રૂપિયાની ઇન્શ્યોરન્સ ગેરેન્ટી મળશે. એટલે કે જો કોઇ બેન્ડ ફડચામાં જાય તો ગ્રાહકોને મહત્તમ 5 લાખ રૂપિયા પરત મળવાની ગેરેન્ટી છે.

Yes Bank પર RBIએ લગાવી લગામ, મહિનામાં ફક્ત આટલી રકમ જ ઉપાડી શકશો

નાણાકીય તરલતાનો સામનો કરી રહેલી યસ બેન્ક ઉપર ભારતની મધ્યસ્થ બેન્ક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નિયંત્રણો લાદયા છે. જેમાં RBI એ યસ બેન્કના થાપણદારો માટે માસિક ઉપાડની મર્યાદા રૂ. 50,000 નક્કી કરી છે. એટલે કે યસ બેન્કના થાપણો હવે તેમના એકાઉન્ટમાંથી મહિને માત્ર રૂ.50,000 જેટલી જ રકમ ઉપાડી શકશે. જો એક વ્યક્તિના યસ બેન્કમાં એકથી વધારે એકાઉન્ટ હશે તો પણ તે કુલ મળીને રૂ.50,000 સુધીની રકમ ઉપાડી શકશે.

અગાઉ પણ સાવચેત કર્યા હતા

RBIએ આ કાર્યવાહી બેંકની હાલની આર્થિક હાલતને ધ્યાને રાખી કરી છે. જણાવી દઈએ કે, યસ બેંક છેલ્લા કેટલાય સમયથી ફંડ માટે સંઘર્ષ કરી રહ્યું છે. આ અગાઉ હાલમાં જ સરકારે દેશની સૌથી મોટી સરકારી બેંક SBIને યસ બેંકમાં ભાગીદારી ખરીદવા માટે કહ્યું હતું.

આર્થિક સંકટ સામે ઝઝૂમી રહી છે

લગભગ 15 વર્ષ પહેલા શરૂ થયેલી યસ બેંકની આર્થિક હાલત બરોબર નથી. બેંક પર દેવુ વધતુ જાય છે. શેર પણ તૂટી રહ્યા છે. આર્થિક હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે, છેલ્લા 15 મહિનામાં જ 90 ટકા રોકાણકારોને નુકસાન થયું છે.RBI એ યસ બેન્કની ડિરેક્ટર બોર્ડને પણ વિખેરી નાંખ્યું છે. ભારે નાણાંકીય તંગીનો સમનો કરી રહેલી યસ બેન્ક ઉપર RBIએ ઘણા પ્રકારના નિયંત્રણો લાદી દીધા છે. જેમાં કોઇ યસ બેન્કનો કોઇ પણ ખાતાધારક પોતાના એકાઉન્ટમાંથી મહિને રૂ.50,000થી વધારે રકમ ઉપાડી શકશે નહીં. RBIએ સરકાર સાથે ચર્ચા-મંત્રણા કર્યા બાદ બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટરની શક્તિથી પર જઇને આ નિર્ણય લીધો લીધો છે. RBIએ આ નિર્ણય યસ બેન્કની હાલની નાણાંકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને લીધો છે. આ સાથે જ એસબીઆઇના પૂર્વ ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર પ્રશાંત કુમારને યસ બેન્કના એડમિનિસ્ટ્રેટર તરીકે નિમણુંક કર્યા છે.

છ મહિના પહેલા PMC બેન્કમાં કટોકટી સર્જાઇ હતી

આ પહેલા સપ્ટેમ્બર 2019માં પંજાબ મહારાષ્ટ્ર બેન્કમાં કટોકટી સર્જાઇ હતી અને તે સમયે ખાતાધારકો માટે તેમના બેન્ક એકાઉન્ટમાંથી મહિને રૂ.1 હજાર ઉપાડની મર્યાદા નક્કી કરી હતી. જો કે ત્યારબાદ સમાંયતરે ઉપાડની મર્યાદા વધારી દીધી હતી. આ બેન્ક દ્વારા એચડીઆઇએલને જંગી લોન આપવામા આવતા કોટકટી સર્જાઇ હોવાનું બહાર આવ્યું હતું. પીએમસી બેન્કમાં મહામૂલી બચત ફસાઇ જવાની ચિંતામાંને ચિંતામાં લગબગ 3થી 4 ચાર ખાતાધારકોના મૃત્યુ થયા હતા. હજી પણ આ બેન્કના ખાતાધારકો તેમના નાણાં પરત મેળવવાની રાહ જોઇ રહ્યા છે.

શા માટે આવી હાલત થઈ ?

વિતેલા થોડા સમયમાં જોઈએ તો, યસ બેંકને એક ઉપર એક ઝટકા લાગી રહ્યા છે. જેમાં સૌથી મોટો ઝટકો આરબીઆઈ તરફથી મળ્યો છે. 2018માં જ્યારે આરબીઆઈને લાગ્યું કે, યસ બેંક NPA અને બેલેંસશીટમાં છેડછાડ કરી રહ્યું છે, ત્યાર બાદ આરબીઆઈએ યસ બેંકના ચેરમેન રાણા કપૂરને બળજબરીપૂર્વક પદ પરથી હટાવી દીધા હતા. બેંકના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના હતી, જ્યારે કઈ ચેરમેનને હટાવવા પડ્યા હોય.

READ ALSO

Related posts

શોખ બડી ચીઝ હે/ 37ની ઉંમરમાં 11 સંતાન અને 12મા બાળકની તૈયારી, આ મહિલાને ‘પ્રેગ્નન્ટ’ થવું ખુબ જ પસંદ છે

Vishvesh Dave

રેલ્વે / 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યું છે રેલ્વેનું સમયપત્રક, જાણો ક્યા સમયે ઉપડશે તમારી ટ્રેન..?

Zainul Ansari

ફરી ઉભરાયો તાલિબાન પ્રત્યે પાકિસ્તાનનો પ્રેમ, કહ્યું – જો અમેરિકા માન્યતા નહીં આપે તો …

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!