GSTV
Gujarat Government Advertisement

Yes Bank મામલે અનિલ અંબાણીને EDનું તેડુ

અનિલ અંબાણી

Last Updated on March 16, 2020 by Bansari

યસ બેન્ક મામલે(Yes Bank) રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધતી નજરે આવી રહી છે. યસ બેન્ક(Yes Bank) મામલે ઈડીએ અનિલ અંબાણીને સમન્સ પાઠવ્યા. સંકટમાં ફસાયેલ Yes Bankના સ્થાપક રાણા કપૂર અને અન્ય વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં તપાસ કરી રહેલી ઈડીએ રીલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીને બોલાવ્યા છે. ઈડીએ અનીલ અંબાણીને 16 માર્ચે હાજર થવાના સમન્સ પાઠવ્યા હતા પરંતું હવે તેઓ આજે હાજર નહીં થાય.

yes bank

12 હજાર 800 કરોડ રૂપીયા લોન તરીકે લીધા

રીલાયન્સ ગ્રુપની કંપનીઓએ બેંકથી લગભગ 12 હજાર 800 કરોડ રૂપીયા લોન તરીકે લીધા હતા. જે એનપીએ થઈ ગયા છે. અનીલ અંબાણી ગ્રુપની ઘણી કંપનીઓ આ લીસ્ટમાં છે. આ બધી મોટી કંપનીઓના પ્રમોટરોને બોલાવવામાં આવ્યા છે કે જેમને અપાયેલી લોન એનપીએમાં બદલાયી છે. અનીલ અંબાણીનું નિવેદન પ્રિવેન્સન ઓફ મની લોન્ડરિંગ કાયદા હેઠળ નોંધાયું છે.એવી ખબરો મળી રહી છે કે અનિલ અંબાણીએ ખરાબ સ્વાસ્થ્યનો હવાલો આપતાં હાજર થવામાં છૂટ માગી છે. તેવામાં તેમને નવી તારીખ આપવામાં આવી શકે છે. અનિલ અંબાણી ગ્રુપની કંપનોએ યસ બેન્ક પાસેથી આસરે 12800 કરોડ રૂપિયાની લોન લીધી હતી જે એનપીએમાં તબદીલ થઇ ગઇ. 6 માર્ચે એક પત્રકાર પરિષદમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું હતું કે અનિલ અંબાણી ગ્રુપ, એસ્સેલ, આઈએલએફએસ, ડીએચએફએલ અને વોડાફોન યસ બેંકના મુખ્ય લોન લેનારા છે. અધિકારીઓએ કહ્યું કે, બધી મોટી કંપનીઓના પ્રમોટરોને બોલાવાયા છે, જેમની લોન એનપીએમાં ફેરવાઈ હતી.

YES BANK પર લાદેલા નિયંત્રણો આ તારીખ થી થશે દૂર

YES BANK પર નાણા ઉપાડવા સહિતના મૂકવામાં આવેલા નિયંત્રણો ૧૮ માર્ચથી ઉપાડી લેવામાં આવશે આ નિવેદન સરકાર તરફથી આવ્યું છે. આ મહિનાના અંત સુધીમાં સીઇઓ અને એમડી પ્રશાંતકુમારના નેતૃત્ત્વવાળું બોર્ડ ચાર્જ સંભાળી લેશે. જ્યારે સરકારે શુક્રવાર મોડી રાતે YES BANKની રીકન્સ્ટ્રકશન સ્કીમ, ૨૦૨૦ અંગે નોટિફિકેશન જારી કર્યુ હતું. આ સ્કીમ મુજબ એસબીઆઇ ત્રણ વર્ષ સુધી YES BANKમાં પોતાનો હિસ્સો ૨૬ ટકાથી ઓછું કરી શકશે નહીં. અન્ય રોકાણકારો અને વર્તમાન શેરહોલ્ડરો માટે YES BANKમાં તેમના રોકાણના ૭૫ ટકા હિસ્સા માટે લોક ઇન પિરિયડ ત્રણ વર્ષનો રહેશે. જો કે ૧૦૦થી ઓછા શેર ધરાવતા શેરહોલ્ડરો માટે લોક ઇન પિરિયડ રહેશે નહીં. સરકાર દ્વારા જારી કરાયેલા ગેઝેટ અનુસાર યસ બેંક રિકન્સ્ટ્રકશન સ્કીમ, ૨૦૨૦ ૧૩ માર્ચ, ૨૦૨૦થી અમલમાં આવી ગઇ છે. ઉલ્લેખનીય છે કે આરબીઆઇએ પાંચ માર્ચથી ડિપોઝીટર દીઠ ૫૦,૦૦૦ રૃપિયાથી વધુના ઉપાડ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

yes bank

YES BANK પર સરકારે લીધો આ મહત્વનો નિર્ણય

YES BANKના નવા બોર્ડમાં કુમાર ઉપરાંત પીએનબીના પૂર્વ નોન એક્ઝિકયૂટીવ ચેરમેન સુનીલ મહેતાને નોન એક્ઝિક્યૂટીવ ચેરમેન તરીકે સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત મુકેશ કૃષ્ણામૂર્તિ અને અતુલ ભેડાને પણ નોન એક્ઝ્યુટીવ ડાયરેક્ટર તરીકે સામેલ કરવામાં આવશે. એસબીઆઇ યસ બેંકના ૪૯ ટકા શેરો ખરીદી લેશે. એસબીઆઇ ઉપરાંત આઇસીઆઇસીઆઇ બેંક, એચડીએફસી, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક અને બંધન બેંક પણ યસ બેંકમાં રોકાણ કરશે.

YES BANK માં વિવિધ બેન્કો કરશે રોકાણ

એચડીએફસી૧૦૦૦ કરોડ રૂપિયામાં YES BANKના ૧૦૦ કરોડ શેર, એક્સિસ બેંક ૬૦૦ કરોડ રૂપિયામાં YES BANK ના ૬૦ કરોડ શેર, કોટક મહિન્દ્રા બેંક ૫૦૦ કરોડ રૂપિયામાં યસ બેંકના ૫૦ કરોડ શેર અને બંધન બેંક ૩૦૦ કરોડ રૃપિયામાં યસ બેંકના ૩૦ કરોડ શેર ખરીદશે. યસ બેન્કની સત્તાવાર મૂડી ૬૨૦૦ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ અગાઉ એસબીઆઇએ YES BANKમાં ૭૨૫૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું જણાવ્યું હતું.

Yes Bankમાંથી 50 હજારને બદલે 5 લાખ રૂપિયા ઉપાડાશે


યસ બેંક
(Yes Bank)ની આર્થિક પરિસ્થિતી ઠીક ન હોવાને કારણે રિઝર્વ બેંકે (RBI) ગ્રાહકોના હીત માટે પગલા લેવા પડ્યા હતા. રીઝર્વ બેંકે પાંચ માર્ચના રોજ યસ બેંકમાંથી રૂપિયા નિકાળવાની લીમીટ 50 હજાર કરી દીધી હતી અને સરકારે હવે પ્રશાંત કુમારને યસ બેંકના નવા સીઈઓ (CEO) નિયુક્ત કર્યા છે. કે જેઓ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ડેપ્યુટી મેનેજિંગ ડાઈરેક્ટ અને ચીફ ફાઈન્શિયલ ઓફિસર રહી ચૂક્યા છે અને હવે 18 માર્ચે બેંક પર લાગેલી રોક ટોક હટાવી લેવામાં આવશે.

Yes Bankના આટલા રૂપિયા દેવામાં

યસ બેંક પર 2 લાખ 41 હજાર અને 500 કરોજ રૂપિયાના દેવામાં છે. જેના કારણે રિઝર્વે બેંક દ્વારા આ કડક પગલા લેવાયા હતા. 18 તારીખ બાદ ખાતા ધારકો લગ્ન, ભણતર અને  ઈલાજ અર્થે 50 હજારની જગ્યાએ 5 લાખ રૂપિયા તેમના ખાતામાંથી કાઢી શકશે. જોકે ઉલ્લેખનિય વાત એ છે કે રિઝર્વ બેંકના દબાણને કારણે યસ બેંકના ચેરમેન રાણા કપૂરને પણ તેમનું પદ છોડવું પડ્યું.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta

સેલવાસ: વૃદ્ધ દંપતીને એકલા જોઈ કર્યો ઘરમાં ‘હાથ સાફ’, 7 લાખના દાગીનાની થઇ ચોરી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!