GSTV

Yes Bank આવી ફરી પાટા પર, ગ્રાહકો હવે ઇચ્છે તેટલા રૂપિયા ઉપાડી શકશે

યસ બેંકે તમામ પ્રકારની બેંકિંગ સર્વિસ પર લાગેલા પ્રતિબંધો હટાવી દીધા છે. હવે દરેક ગ્રાહકો પોતાના ખાતામાંથી 50 હજારથી પણ વધારે રૂપિયા ઉઠાવી શકશે. સાથે જ અન્ય બેંકીંગ સેવાઓનો પણ લાભ ઉઠાવી શકશે. આપને જણાવી દઈએ કે, 13 દિવસ બાદ બેંકે પોતાની સર્વિસ ફરી ચાલુ કરી છે.

13 દિવસ બાદ સર્વિસ શરૂ

5 માર્ચ સાંજે યસ બેંકની બોર્ડ ભંગ કરી આરબીઆઈએ પોતાની હસ્તક લઈ લીધી હતી. ત્યાર બાદ બેંકને સંકટમાંથી બચાવવા માટે નવા પ્લાન લાવવાની જાહેરાત કરી અને પ્રશાંત કુમારને નવા મુખ્ય અધિકારી તરીકે નિમણૂંક કરી. મંગળવારે સાંજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે, બેંક પાસે કેસની કોઈ કમી નથી, તમામ એટીએમ ફૂલ છે.

આજે સાંજે 6 વાગ્યાથી સેવાઓ રાબેતામુજબ

પ્રશાંત કુમારે વધુમાં જણાવ્યું હતું કે, યસ બેંકની તમામ ઓનલાઈન સેવાઓ ચાલુ થઈ ગઈ છે. બેંકના એટીએમમાં કેસની કોઈ કમી નથી. યસ બેંકનું કહેવું છે કે, સાંજે 6 વાગ્યા બાદ ગ્રાહક એટીએમ, ડેબિટ કાર્ડ, યુપીઆઈ, નેટબેંકિંગ અને મોબાઈલ એપનો ઉપયોગ કરી તમામ પ્રકારની સર્વિસનો લાભ લઈ શકશે.

શેરમાં જોવા મળી તેજી

એક તરફ કોરોનાને કારણે શેરબજારમાં ચોતરફ મંદીનો માહોલ છે, ત્યારે Yes Bankના શેરમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે. હજુ તો દસેક દિવસ પહેલા 5.65 રુપિયાની ઐતિહાસિક નીચલી સપાટીએ સ્પર્શ્યા બાદ આ શેર આજે 63 રુપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. મૂડીઝે Yes Bankનું ગ્રેડિંગ સુધાર્યા બાદ આજે એક જ દિવસમાં તેમાં 73 ટકાની તેજી જોવાઈ હતી. છેલ્લા દસ દિવસની વાત કરીએ તો, 5.65 રુપિયાના ભાવે પહોંચેલા આ શેરમાં 1000 ટકાથી પણ વધુની તેજી જોવાઈ ચૂકી છે. આજે 10.57 કલાકે આ શેર 73 ટકાના ઉછાળા સાથે 64.15 રુપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. મંગળવારે ત્રણ ટ્રેડિંગ સેશન્સમાં તેમાં 151 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. થોડા દિવસો ડૂબી ગયેલી

yes bank

સાત બેંકો યસ બેંકમાં 10 હજાર કરોડ રુપિયા રોકશે

મૂડીઝે જણાવ્યું છે કે, Yes Bankનું લાંબા સમયગાળાનું રેટિંગ CAA3થી સુધારીને CAA1 કરવામાં આવે છે. બેંકને બચાવી લેવા હાલમાં જાહેર કરાયેલા બેલઆઉટ પેકેજ બાદ તેના શેરમાં તેજી જોવા મળી રહી છે. SBIની આગેવાનીમાં સાત બેંકો યસ બેંકમાં 10 હજાર કરોડ રુપિયા રોકવાની છે. બુધવારે સાંજે છ વાગ્યાથી Yes Bank પોતાની તમામ સુવિધાઓ પણ શરુ કરી દેશે. આરબીઆઈના ગવર્નરે ગઈકાલે જ જણાવ્યું હતું કે જો જરુર પડશે તો Yes Bankને વધારાની મદદ પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી પારાવાર મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહેલી Yes Bank પર દસ દિવસ પહેલા RBIએ નિયંત્રણ મૂકી દીધા હતા.

YES

yes bankમાં લોક-ઈન પિરિયડ ત્રણ વર્ષનો રહેશે

ખાતાધારકોને 50 હજાર રુપિયાથી વધુની રોકડ ઉપાડ કરવા પર પાબંધી લગાવાઈ હતી. જેના કારણે દેશભરમાં યસ બેંકની બ્રાંચો બહાર લોકોની લાઈનો લાગી હતી, અને ખાતેદારોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે, થોડા દિવસોમાં જ સ્થિતિ કાબૂમાં આવી ગઈ છે અને હવે Yes Bank પોતાનું કામકાજ સામાન્ય રીતે શરુ કરવાની તૈયારીમાં છે.

yes bank

SBI ઉપરાંત, HDFC, કોટક મહિન્દ્રા જેવી ટોચની બેંકો પણ Yes Bankમાં મૂડી રોકી રહી છે. જેનો લોક-ઈન પિરિયડ ત્રણ વર્ષનો રહેશે. હાલ યસ બેંકના એક સમયના પ્રમોટર રાણા કપૂર હાલ ઈડીની કસ્ટડીમાં છે, અને Yes Bank પાસેથી અબજો રુપિયાની લોન લઈ તેને ન ચૂકવનારા પર પણ તવાઈ બોલાવાઈ રહી છે.

READ ALSO

Related posts

વડોદરા અને છોટાઉદેપુરમાં કોરોનાના 1-1 કેસ નોંધાયા, એક વ્યક્તિ મરકઝમાંથી પરત ફર્યા છે

Ankita Trada

જામનગરમાં પ્રથમ કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યો, તંત્ર થયું દોડતું

pratik shah

તેલંગણાના ભાજપના નેતાએ મોદીની ન માની વાત, કરી મનમાની અને કર્યું શક્તિ પ્રદર્શન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!