GSTV
Home » News » યમનમાં મિસાઈલ અને ડ્રોનથી કરાયો મસ્જીદ ઉપર હુમલો, નમાજ પઢી રહેલાં 80થી વધુ જવાનોનાં થયા મોત

યમનમાં મિસાઈલ અને ડ્રોનથી કરાયો મસ્જીદ ઉપર હુમલો, નમાજ પઢી રહેલાં 80થી વધુ જવાનોનાં થયા મોત

યમનના મારિબ પ્રાંતમાં ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહિયોએ બેલિસ્ટીક મિસાઈલો અને ડ્રોનથી હુમલો કરતા 80થી વધુ સૈનિકોના મોત નિપજ્યા છે. જ્યારે કે 150થી વધુ લોકો ઘાયલ થયા છે.

સાઉદી અરબના મીડિયાના જણાવ્યા પ્રમાણે આ હુમલો એવા સમયે થયો હતો કે જ્યારે સૈનિકો મારિબ પ્રાંતની એક મસ્જિદમાં સાંજે નમાઝ માટે જઈ રહ્યા હતા.

હૂતી વિદ્રોહિયોના હુમલા બાદ યમનની રાજધાની સનામાં વિદ્રોહિયોના વિવિધ વિસ્તારો પર સાઉદી સમર્થિત દળોએ જવાબી કાર્યવાહી શરૂ કરી છે. સાઉદી અરબ યમનમાં ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહિયો સામે છેલ્લા 5 વર્ષથી લડત લડી રહ્યું છે.

યમનના રાષ્ટ્રપતિ અબુ-મંસૂર હાદીએ આતંકવાદી ઘટનાની ટીકા કરી છે. મહત્વનું છે કે હૂતી વિદ્રોહિયોએ 2014ના અંતમાં યમનની રાજધાની સના સહિત દેશના મોટાભાગના ઉત્તરી વિસ્તારોને પોતાના કબ્જામાં લીધા હતા.

આ સાથે ત્યાં ગૃહયુદ્ધ શરૂ થઈ ગયું હતું. 5 વર્ષથી ચાલી રહેલા ગૃહયુદ્ધ દરમિયાન 10 હજાર કરતા વધારે લોકો માર્યા ગયા છે. જ્યારે કે 30 લાખ કરતા વધારે લોકો વિસ્થાપિત થયા છે.

READ ALSO

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા RSS એ મોદી સરકારને આપી સ્પષ્ટ ચેતવણી, 10 હજાર અબજનું નુકશાન થવાની શક્યતા

Nilesh Jethva

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!