GSTV
Home » News » યમનના હુત્તી બળવાખોરોએ સાઉદી અરેબિયાના એરપોર્ટ પર ડ્રોન હુમલો કર્યો

યમનના હુત્તી બળવાખોરોએ સાઉદી અરેબિયાના એરપોર્ટ પર ડ્રોન હુમલો કર્યો

યમનના ઇરાન સમર્થિત હુત્તી બળવાખોરોએ સાઉદી અરેબિયાના એક એરપોર્ટ પર તેમજ સેનાના ઠેકાણા પર ડ્રોન વડે હુમલા કર્યાં. હાલ તો જાનમાલના નુકસાનના અહેવાલ નથી. સાઉદી અરેબિયાના શહેર નઝરાન પર આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઇરાન અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધો તંગદીલીભર્યા બન્યાં છે.

ડ્રોન હુમલા અંગે હુત્તીના સેટેલાઇટ ન્યૂઝ ચેનલે કહ્યું કે તેમણે કાસેફ-2 ડ્રોન વડે નઝરાનના એક એરપોર્ટને નિશાન બનાવીને શસ્ત્ર ભંડાર પર હુમલો કર્યો. નઝરાન રિયાધથી 840 કિલોમીટર દૂર છે અને સાઉદી અરેબિયા-યમન સરહદ પાસે આવેલું છે. હુત્તી બળવાખોરો અવારનવાર આ શહેરને નિશાન બનાવતા રહે છે.



ઉલ્લેખનીય છે કે ઇરાન પર અમેરિકાએ પ્રતિબંધો લાગુ કર્યા બાદ ખાડી ક્ષેત્રમાં પરિસ્થિતિ તણાવભરી બની છે અને બંને દેશો એકબીજાને ધાકધમકી આપી રહ્યાં છે. 

READ ALSO

Related posts

દિવાળીમાં આ દિવસે ભૂલથી પણ ગૃહ પ્રવેશ ના કરતાં, નહીંતર જીવનમાં આવશે આટલી મોટી સમસ્યાઓ

Bansari

પ્લેબોય મેગેઝીનનાં કવર શૂટ માટે આ અભિનેત્રીને મળી હતી મોટી ઓફર, એક ડરનાં કારણે કરી રિજેક્ટ

pratik shah

આવતીકાલે રિઝલ્ટ છે ત્યારે મહારાષ્ટ્રના આ સીએમ આ મહાદેવના શરણે પહોંચ્યા, પૂજા અર્ચના કરી નમાવ્યું શીશ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!