GSTV
Home » News » ફરિવાર ચર્ચામાં આવી પીળી સાડીવાળી પોલિંગ ઓફિસર, સેલ્ફી લેવા માટે મતદારોએ કરી પડાપડી

ફરિવાર ચર્ચામાં આવી પીળી સાડીવાળી પોલિંગ ઓફિસર, સેલ્ફી લેવા માટે મતદારોએ કરી પડાપડી

લોકસભા ચૂંટણી વખતે ખુબ જ ચર્ચામાં રહેલી મહિલા ચૂંટણી અધિકારી રીના દ્વિવેદી ફરિ એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે પણ તે જ્યા ડ્યૂટી કરી રહી છે ત્યાં મતદારોની લાઈન લાગેલી છે. તે લોકો તેની સાથે લેલ્ફી પણ લઈ રહ્યા છે.

વાસ્તવમાં લખનઉ કૈંટ વિધાનસભા સીટ પર થઈ રહેલી પેટાચૂંટણીને લઈને મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ રીના દ્વિવેદીના પોલીંગ બુથ ઉપર લાઈનો લાગેલી છે. રીના દ્વિવેદી લખનઉ કૈંટ વિધાનસભા સીટ માટે પેટાચૂંટણી થઈ રહી છે જ્યાં રિના દ્વિવેદી ડ્યૂટી કરી રહી છે.

રીનાની ડ્યૂટી કૃષ્ણાનગરના મહાઈન્ટર કોલેજમાં લાગેલી છે. આ વખતે તે ગુલાબી સાડીમાં જોવા મળી રહી છે. મતદારો મતદાન કરવાની સાથે રીના સાથે સેલ્ફી પણ લઈ રહ્યા છે.

આ અંગે મીડિયા સાથે વાત કરતા રીનાએ કહ્યું કે તેમની તસવીરો બહુ જ વાયરલ થઈ છે. લોકો તેની સાથે સેલ્ફી લઈ રહ્યા છે. તેમણે કહ્યુ કે હુ મારા કામને એન્જોય કરી રહી છું.

રીનાએ કહ્યું કે તેમની રહેણી કહેણીમાં કોઈ ખાસ અલગ કરતી નથી. લોકો તેની તસવીરોને પસંદ કરી રહ્યા છે અને આ ઉપરાંત હુ મારા વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતી રહુ છું. જેના કારણે હું લોકોની વચ્ચે લોકપ્રીય છું.

રીના પોતાના ફોટોઝને સોશીયલ મીડિયામાં વારે વારે પોસ્ટ કરતી રહે છે. જેને કારણે તે ઘણી જ ચર્ચામાં રહે છે. થોડા દિવસો પહેલા જ તેનો એક ટિક-ટોક વીડિયો ભારે વાયરલ થયો હતો.

રીના લોકસભા ચૂંટણી વખતે પહેલી વાર ચર્ચામાં આવી હતી. ત્યારે તેમણે પીળી સાડી પહેરી હતી.

ત્યારે તે પીળી સાડી અને કાળા ચશ્મામાં જોવા મળી હતી.

વચ્ચે એવા સમાચાર આવ્યા હતા કે તે બીગ બોસમાં આવી શકે છે.જણાવી દઈએ કે રીના દ્વિવેદી ઉત્તર પ્રદેશની રહેવાશી છે અને તેને 13 વર્ષનો દિકરો પણ છે. રીના વારંવાર તેના ફોટોઝને લઈને સોશિયલ મીડિયામાં સનસની મચાવતી રહે છે

READ ALSO

Related posts

તમે તો આ ગ્રૂપમાં નથી ને! Whatsappએ આખા ગ્રૂપ સાથે 306 જણાના એકાઉન્ટ કરી દીધા બ્લોક

Bansari

લસણ કરતાં કાજુ, બદામ ખાવા સસ્તા, મધ્યમવર્ગ તો દૂરથી જોડી રહ્યો છે બે હાથ

Mayur

બંદરના હાથમાં આવી ગયો છોકરીનો મોબાઈલ, પછી શું બંદરે કરી નાખ્યુ ઓનલાઈન શોપિંગ!

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!