GSTV
Home » News » 10 વર્ષમાં 3000 એપિસોડ, યે રિશ્તા….એ આ મામલે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શૉને પણ છોડી દીધો પાછળ

10 વર્ષમાં 3000 એપિસોડ, યે રિશ્તા….એ આ મામલે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શૉને પણ છોડી દીધો પાછળ

ટીવીની દુનિયાની બે લોકપ્રિય સિરિયલમાં સામેલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ દર્શકો વચ્ચે શરૂઆતથી જ ફેમસ રહી છે. તારક મહેતા 28 જુલાઇ 2008ના રોજ લૉન્ચ થઇ હતી. ત્યાં યે રિશ્તા ક્યા કહેલાતા હૈ 12 જાન્યુઆરી 2009ના રોજ ઓનએર થઇ હતી. સૌથી લાંબાગાળા સુધી ચાલેલા હિન્દી શૉઝની ટૉપ લિસ્ટમાં આ બંને સિરિયલ્સ સામેલ છે. પરંતુ શું તમે જાણો છો કે યે રિશ્તા… કરતાં એક વર્ષ પહેલાં લૉન્ચ થવા છતાં તારક મહેતા ઓનએર થયેલા એપિસોડની ગણતરીમાં કાર્તિક-નાયરાની સિરિયલ કરતાં પાછળ છે.

7 જૂન સુધી તારક મહેતા….ના કુલ 2748 એપિસોડ ઓનએર થયા છે. સાથે જ યે રિશ્તા….ના કુલ 3000 એપિસોડ પૂરા થયા છે અને ઝડપથી આગળ વધી રહ્યાં છે. અત્યાર સુધી કાર્તિક-નાયરાના શૉને 2,931 એપિસોડ પૂરા કર્યા છે. તારક મહેતાને 11 વર્ષ પૂરા થવાના છે પરંતુ દયાબેન અને જેઠાલાલ સ્ટારર કોમેડી શૉને એક દશક બાદ પણ દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે.

Disha Vaikani

મલયાલમ સીરિયલ મુન્શી ટીવી પર સૌથી લાંબી ચાલતી શોની યાદીમાં ટોચ પર છે. કુલ 6683 એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. શો 18 વર્ષ ચાલ્યો. જો હિન્દી ડેલી સોપની વાત કરીએ તો આ લિસ્ટમાં યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ટૉપ પર છે. બીજા નંબર પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છે. સૌથી લાંબા ચાલેલા શૉઝની લિસ્ટમાં આ બંને શૉ એકબીજાને ટક્કર આપી રહ્યાં છે.

જણાવી દઇએ કે બંને ટીવી સિરિયલ્સની સૌથી ખાસ વાત એ છે કે 10 અને 11 વર્ષોથી ચાલ્યા આવતાં આ બંને શૉઝ આજે પણ લોકોને મનોરંજન પીરસી રહ્યાં છે.

Read Also

Related posts

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

સોસાયટીના નામે 540 કરોડનું કૌભાંડ કરનાર આરોપીઓના રિમાન્ડ મંજુર

Kaushik Bavishi

ટ્રાફિક નિયમનો ભંગ કરનાર યુવકોને ઉઠક બેઠક કરાવવી પીએસઆઈને પડી ભારે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!