GSTV
Home » News » આ પોપ્યુલર ટીવી સિરિયલના ફેન્સને લાગશે મોટો ઝટકો, ધડાધડ શૉ છોડી રહ્યાં છે એક્ટર્સ

આ પોપ્યુલર ટીવી સિરિયલના ફેન્સને લાગશે મોટો ઝટકો, ધડાધડ શૉ છોડી રહ્યાં છે એક્ટર્સ

એક ટીવી ચેનલ પર રજૂ થતી લોકપ્રિય સિરિયલ યહ રિશ્તા ક્યા કહલાતા હૈની સ્ટોરીમાં સર્જકોએ પાંચેક વર્ષનો જંપ લેતાં કેટલાક કલાકારોની એક્ઝિટ થઇ હતી. દર્શકો આ જંપને સ્વીકારે છે કે નહીં એે જોવાનું રસપ્રદ થઇ પડશે.અગાઉ આ સિરિયલમાંથી પારુલ ચૌહાણ, મોહિના સિંઘ અને દેવલીના ચેટરજી નીકળી ગઇ હતી.

હવે વાર્તામાં સીધો પાંચ વર્ષનો જંપ આવતાં લવ કુશની ભૂમિકા ભજવી રહેલા બે કલાકારો શુભ અને શ્રેષ્ઠ સક્સેનાએ પણ સિરિયલ છોડી દીધી હોવાનું જાણવા મળ્યું હતું.

સક્સેના બંધુઓએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં લખ્યું, ગૂડબાય ઓલ… થેંક્યુ રાજન સર, થેંક્યુ ટીમ ડીકેપી એન્ડ વાયઆરકેકેએચ…આ માત્ર રીલ પરિવાર નથી, રિયલ પરિવાર છે…. અમે મીઠ્ઠા સંભારણાં લઇને જઇ રહ્યાં છીએ… અઢી વર્ષના પ્રવાસ દરમિયાન આપ સૌના પ્રેમ અને આશીર્વાદ મળતા રહ્યાં. એ લઇને અમે વિદાય લઇ રહ્યા છીએ…

જો કે આ બંને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઓથેન્ટિક (સાચુકલા અને વિશ્વાસપાત્ર ) જણાતા નથી. દરમિયાન આ ટીવી સિરિયલમાં એકાદ બે નવાં પાત્રોની એન્ટ્રી થઇ રહી હોવાના અણસાર મળ્યા હતા.

Read Also

Related posts

એક મહિના પહેલાં જ પ્રેમ થયો, કાલે તેના ઘરે જઈ કરી દીધી આ ભૂલ અને પહોંચવું પડ્યું હોસ્પિટલ

Bansari

અલ્પેશ ઠાકોરે રિઝલ્ટ પહેલાં કરી દીધા આ દાવાઓ, લોકસભાનો રેકોર્ડ તૂટશે રાધનપુરમાં

Nilesh Jethva

હરિયાણામાંથી ભાજપ સરકારની વિદાય નિશ્ચિત છે, કોંગ્રેસ પૂર્ણ બહુમતિ સાથે સરકાર રચશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!