GSTV
Home » News » સોશિયલ મીડિયા પર છવાઇ દિવ્યાંકા ત્રિપાઠી, બનાવ્યો આ અનોખો રેકોર્ડ

સોશિયલ મીડિયા પર છવાઇ દિવ્યાંકા ત્રિપાઠી, બનાવ્યો આ અનોખો રેકોર્ડ

સ્ટાર પ્લસના લોકપ્રિય શૉ ‘યે હે મોહબ્બતે’ માં ઇશિતા ભલ્લાનું પાત્ર ભજવીને  ઘર-ઘરમાં ફેમસ થયેલ એક્ટ્રેસ દિવ્યાંકા  ટીવીની ફેવરેટ બહુઓમાંથી એક છે. હવે સોશિયલ મીડિયા પર તેની મજબૂત પકડ કરી રહી છે. દિવ્યાંકા ભારતની પ્રથમ એવી ટીવી એક્ટ્રેસ બની છે જેના ઇન્સ્ટાગ્રામ પર 7 મિલિયન કરતા વધારે ફોલોઅર્સ છે.

ઘણા ટીવી સ્ટાર્સ જેવા કે, હિના ખાન, સૌમ્યા ટંડન, અનિતા હસનંદાની, શિવાંગી જોશી જેવી ટોપ એક્ટ્રેસને દિવ્યાંકાએ પોપ્યુલારીટીમાં માત આપી દીધી છે. દિવ્યાંકાએ ઇન્સ્ટાગ્રામ પર તેનો ફોટો શેર કરતા પોતાની ખુશી વ્યક્ત કરી છે. દિવ્યાંકા તેના પતિ અને ટીવી શોની ટીમ સાથે ઘણા ફોટોઝ અને વિડીયો ઘણીવાર સોશિયલ મીડિયા પર શેયર કરતી રહે છે.

ટીવી સિરીયલ ‘યે હે મોહબ્બતે’ ની ઈશિતા ઉર્ફે દિવ્યાંકા ત્રિપાઠીએ ૮ જુલાઈએ વિવેક દહિયા સાથે મેરેજ કર્યા હતા. બંને ભોપાલમાં લગ્નના સાત ફેરા લીધા હતા. આ ફંક્શનમાં દિવ્યાંકા અને વિવેકની ફેમિલી અને કેટલાક ખાસ ફ્રેન્ડ્સ ત્યાં હાજર હતા. લગ્નની પહેલા સંગીત, મહેંદી અને હલ્દીની રસમ થઈ હતી.

ટેલીવિઝનનું ફેમસ કપલ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનાં મેરેજને જુલાઈમાં ૨ વર્ષ પૂર્ણ થશે. તેમનાં મેરેજનું એક સફર વધારે ખાસ હતું. આ એક વર્ષમાં આ કપલ સતત ચર્ચામાં રહ્યું છુ. પહેલા મેરેજને લઈને પછી હનીમૂન અને હવે નચ બલિએને લઈને. જ્યારે-જ્યારે આ કપલ મીડિયાની સામે આવ્યું ત્યારે હંમેશા ‘મેડ ફોર ઈચ અધર’ લાગ્યું.

CRICKET.GSTV.IN

 

દિવ્યાંકા ત્રિપાઠી અને સીરીયલ ‘મહારાણા પ્રતાપ’ ફેમ શરદ મલ્હોત્રાનું બ્રેકઅપ વર્ષ ૨૦૧૫ ની શરૂઆતમાં જ થઇ ગયું હતું. બંને લગભગ સાત વર્ષ સુધી રીલેશનશીપમાં હતા. આ બંનેનું અફેર સીરીયલ ‘બનું મેં તેરી દુલ્હન’ નાં સેટ પર શરુ થઇ ગયું હતું. જેના સાત વર્ષ બાદ તેણે પોતાના જીવનમાં આગળ વધવાનો નિર્ણય કર્યો હતો.

Related posts

64 મેગાપિક્સલ કેમેરા સાથે ભારતમાં લોન્ચ થયો Redmi Note 8 Pro, આ છે તેના ફિચર્સ

pratik shah

ગર્લફ્રેન્ડ સમજીને પોલીસ સાથે ચૅટ કરતો રહ્યો બદમાશ, પછી જે થયું એ જોરદાર છે…

Bansari

NASAએ રજૂ કર્યુ નવું સ્પેસ સૂટ, ફોટોઝમાં જુઓ કેવું છે તે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!