બુધવાર એકતા કપૂરનો સુપરહીટ શો યે હે મોહબ્બતેમાં દિવ્યાંકા ત્રિપાઠીની નણંદ સિમીની ભૂમિકા નિભાવનાર શિરીન મિર્ઝા તાજેતરમાં મુશ્કેલીમાં મૂકાઈ છે. અભિનેત્રી આ મુશ્કેલીનું કારણ મુંબઈમાં ઘર ના મળવાનું છે.
અભિનેત્રીએ પોતાના દુ:ખને ફેસબુક પર વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે હું મુંબઈમાં એક ઘર લેવાના લાયક નથી. આનું કારણ છે મારું MBA હોવુ. આ MBAનો અર્થ છે મુસ્લિમ બેચલર એક્ટર. તેમણે એક તસવીર પણ પોસ્ટ કરી જે તેમના શરૂઆતના દિવસોની છે. આ તસવીર ત્યારની છે જ્યારે હું મુંબઈમાં કરિયરની શરૂઆત કરવા આવી હતી. આજે લગભગ 8 વર્ષ પસાર થઈ ગયા છે. તો પણ મે અહીંયા શું મેળવ્યુ ? હું દારૂ નથી પીતી, સિગારેટ નથી પીતી, મારો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી. તો પછી કેવી રીતે બીજા મારા ચરિત્રને પ્રોફેશનથી જજ કરી શકે છે.
બીજી વાત જ્યારે હું બ્રોકરને ફોન કરુ છુ. તો મારા સિંગલ સ્ટેટસ બાદ તે ભાડુ વધારી દે છે કેમ કે વિવાહિત ના હોવાના કારણે મને ઘર મળશે નહીં જ્યારે બીજાને કરો તો તે એ પૂછે છે કે હું હિંદુ છુ અથવા મુસ્લિમ. આજે આટલા વર્ષો વીતાવ્યા છતાં મારો સંઘર્ષ ચાલુ છે. મે અહીંયા ઘણું મેળવ્યુ છે. અંતમાં ભાવુક થઈને હું માત્ર એક પ્રશ્ન પૂછવા માંગુ છુ કે શું હું આટલા વર્ષો વીતાવ્યા છતાં સફળતા મેળવ્યા બાદ પણ મુંબઈ શહેરની રહેનાર છુ કે નહીં?