GSTV
Home » News » દિવ્યાંકા ત્રિપાઠીના આ લોકપ્રિય શૉ પર પડશે પડદો, ખાસ હશે અંતિમ એપિસોડ

દિવ્યાંકા ત્રિપાઠીના આ લોકપ્રિય શૉ પર પડશે પડદો, ખાસ હશે અંતિમ એપિસોડ

એક્તા કપૂરનો જાણીતો શૉ ‘યે હૈ મહોબ્બતે’ પર ઑક્ટોબર મહિનામાં પડદો પડી જશે. નાના પડદે આશરે પાંચ વર્ષ સુધી દર્શકોનું મનોરંજન કર્યા બાદ દિવ્યાંકા ત્રિપાઠી સ્ટારર આ શૉ બંધ થઇ જશે. રિપોર્ટ્સ અનુસાર શૉનો છેલ્લો એપિસોડ ભવ્ય સ્તર પર શુટ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સ આ એપિસોડના શુટિંગ માટે વિદેશ પણ જઇ શકે છે.

કેટલાંક સમય પહેલાં શૉમાં આવેલા ટ્વિસ્ટ બાદ યુઝર્સે ઇન્ટરનેટ પર દિવ્યાંકાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. તે પછી શૉની રૅટિંગ પણ ડાઉન થઇ ગઇ હતી અને ઘણાં પ્રયાસો બાદ પણ શૉની ટીઆરપીમાં કોઇ ખાસ ફેર પડ્યો ન હતો. ઉલ્લેખનીય છે કે આ શૉ મંજૂ કપૂરના ઉપન્યાસ કસ્ટડી પર આધારિત હતો. ટીઆરપીના મામલે આ શૉએ અનેક સિદ્ધીઓ મેળવી.

એક્તાના આ શૉ ઉપરાંત નાગિન-3, કુમકુમભાગ્ય અને કુંડલી ભાગ્ય ટીઆરપીના મામલે સારુ પ્રદર્શન કરી રહી છે. શૉની સ્ટોરીની વાત કરીએ તો આ એક તમિલ ડેન્ટિસ્ટ ઇશિતા ઐય્યર અને એક પંજાબી સીઇઓ રમન ભલ્લાની લવ સ્ટોરી છે. રમનની દિકરી રૂહીના કારણે તેમની વચ્ચે પ્રેમના ફણગા ફૂટે છે. ઇશિતા રમન સાથે લગ્ન કરે છે કારણ કે તે રૂહીને તેની ભૂતપુર્વ પત્ની શગુનથી બચાવવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ શૉના 1500 એપિસોડ પૂરા થતાં સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દિવ્યાંકા મીડિયા સામે પણ મન મુકીને ડાન્સ કરતી જોવા મળી હતી. દિવ્યાંકાએ પોતાનો એક વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેને પેટભરીને ભોજન કરવાની સજા મળી છે. હકીકતમાં જ્યારે દિવ્યાંકાએ પોતાના ડાયેટ કરતા વધારે ભોજન કર્યુ તો તેના ટ્રેનરે તેની પાસે તનતોડ મહેનત કરાવી હતી. આ વિડિયો ખૂબ જ વાયરલ થયો હતો.

Related posts

ભારતના ખેલાડીઓએ ક-મને પણ આ ટુર્નામેન્ટ રમવા જવું પડશે પાકિસ્તાન, ખેલાડીઓ નથી જવા રાજી

Arohi

ભયાનક અજગરે જ્યારે જકડી લીધી ગરદન તો ભારે મહેનત બાદ આવી રીતે બચ્યો જીવ, જુઓ VIDEO

Mansi Patel

એક વાઘણ માટે લડી પડ્યા બે વાઘ… લવ ટ્રાયંગલમાં આવ્યો રસપ્રદ ટ્વીસ્ટ, જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!