GSTV

કર્ણાટકની યેદુરપ્પા સરકારે લાલ જાજમ બિછાવીને ‘ટેસ્લા’ કંપનીને મનાવી લીધી, ગુજરાત સરકાર હાથ ઘસતા રહી!

વિશ્વમાં સૌથી મોટી ઈલેક્ટ્રિક ઓટોમોબાઈલકંપની ટેસ્લા છેવટે કર્ણાટકામાં કરોડો રૂપિયાનું રોકાણ સાથે પ્લાન્ટ સ્થાપશે, અમેરિકન કંપની લાંબા સમયથી ભાતમાં પ્લાન્ટ સ્થાપવાની જગ્યાની શોધખોળ કરતી હતી. કેરળ મહારાષ્ટ્રમાં તપાસ કર્યા બાદ ટેસ્લાએ બેંગ્લોરમાં પ્લાન્ટ સ્થાપવાનું નક્કી કરતા વધુ એક વખત ગુજરાત સરકાર હાથ ઘસતા રહી ગઈ છે.

બેંગ્લોરમાં પ્લાન્ટ સ્થાપવાનું નક્કી કરતા વધુ એક વખત ગુજરાત સરકાર હાથ ઘસતા રહી

દાયકા અગાઉ કરોડો રૂપિયાના પ્રોત્સાહનો, જમીન, વિજળી, સ્ટેમ ડ્યુટી જેવી અનેક રાહતો આપીને પશ્ચિમ બંગાળથઈ સીધાજ સાણંદમાં જ ટાટા નેનો પ્લાન્ટ લાવ્યા બાદ ગુજરાતમાં બહુચરાજી માંડલ ઔદ્યોગિક વિસ્તારમાં ભારતના સૌથી મોટા ઓટોમોબાઈલ હબ તરીકે ઉભર્યો હતો. અને અવિરત વિજળી તેમજ સ્કિલ્ડ લેબર સહિતના ઈન્ફ્રાસ્ટ્કચરને કારણે ટાટા, મારૂતિ સુઝુકી, હોન્ડા, હુન્ડાઈ, પ્યુઝો, હિરોઓટો મોબાઈલ્સ અને અમજી મોટર્સ જેવી અનેક કાર ઉત્પાદક કંપનીઓએ ગુજરાતમાં ઝંપલાવ્યું હતું.

યેદુરપ્પા સરકારે લાલ જાજમ બિછાવીને ટેસ્લા કંપનીને મનાવી લીધી

અમેરિકન કંપની ટેસ્લા ભારતમાં પ્રવેશ કરે ત્યારે તે ગુજરાતમાં આવશે તેવું મનાતું ગતું, ટેસ્લાએ ભારતમાં તેનું જે યુનિટ રજીસ્ટર કરાવ્યું છે. તેમાં ટેસ્લા ઈન્ડિયા મોટર્સ એન્ડ એન્રજી પ્રાઈવેટ લિમિટેડમી બેંગલુરૂના સરનામા પર કરાવ્યું છે. આ મામલે એવું કહેવાય છે કે કર્ણાટકની યેદુરપ્પા સરકારે લાલ જાજમ બિછાવીને ટેસ્લા કંપનીને મનાવી લીધી છે. જ્યારે ગુજરાત સરકાર આ કંપનીને રાજ્યમાં પ્લાન્ટ સ્થાપવા માટે તૈયાર કરવા નિષ્ફળ રહી છે.

READ ALSO

Related posts

મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો

Pravin Makwana

ઘાસચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલુ યાદવની તબિયત લથડી, રાંચીના રિમ્સમાં છે દાખલ

Pravin Makwana

આકરા સવાલો જવાબ/ ગૃહમંત્રી અમિત શાહનું અકાઉન્ટ બ્લોક કરતા જવાબ આપવામાં પરસેવો છૂટી ગયો, કોણે આપ્યો આવો અધિકાર !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!