કર્ણાટકમાં યેદુરપ્પાએ પ્રધાનમંડળનું વિસ્તરણ કરીને સાત ધારાસભ્યોનો મંત્રીમંડળમાં સમાવેશ કર્યો તેમાં ભડકો થઈ ગયો છે. નવા પ્રધાનોમાંથી ત્રણ વિધાન પરિષદના સભ્યો હોવાથી ધારાસભ્યોમાં અસંતોષ છે પણ યેદુરપ્પાના વિરોધી બસનગૌડા પાટિલ યતનાલે તો એકદમ ગંભીર આક્ષેપ કર્યો છે.
ત્રણ ધારાસભ્યો પાસે યેદુરપ્પાની સીડી
પાટીલનો દાવો છે કે, આ ત્રણ ધારાસભ્યો પાસે યેદુરપ્પાની સીડી છે. તેના જોરે બ્લેકમેઈલ કરીને ત્રણેય પહેલાં વિધાન પરિષદના સભ્ય બનેલા અને હવે પ્રધાન બની ગયા છે. પાટીલે તો નરેન્દ્ર મોદીને પણ તપાસ કરીને કર્ણાટકને યેદુરપ્પા અને તેમના ખાનદાનના ભ્રષ્ટ શાસનમાંથી મુક્ત કરાવવાની અપીલ કરી છે.
કર્ણાટકમાં નવા શાસનનો ઉદય થશે
પાટીલે ખુલ્લી ચેલેન્જ આપી છે કે, ઉત્તરાયણ પછી યેદુરપ્પાના શાસનનો અંત આવવાની શરૂઆત થશે અને કર્ણાટકમાં નવા શાસનનો ઉદય થશે. યેદુરપ્પાને સી.ડી. દ્વારા બ્લેકમેઈલ કરાતા હોવાની વાતો લાંબા સમયથી ચાલે છે પણ ભાજપના ટોચના નેતા દ્વારા જ આક્ષેપ કરાયા હોય એવું પહેલી વાર બન્યું છે. પાટીલ આ સી.ડી. બહાર પાડી દે એ ડરે તેમની સામે પગલાં લેવાં મુદ્દે ભાજપ મૂંઝવણમાં છે.
READ ALSO
- OMG! સાઈબેરિયામાં બરફ પીગળી તો 40 હજાર વર્ષ જૂનો વાળવાળો મળ્યો ગેન્ડો, જાણી શું છે વિગત…
- રાહતના સમાચાર: કોવિડનો ગંભીર કાળ વીતી ગયો, સિવિલ હોસ્પિટલમાં માત્ર 73 કોરોના દર્દી
- નવી ગાઈડલાઈન/ હવે થિયેટરમાં 50 ટકા દર્શકો બેસાડી શકાશે, સ્વીમિંગ પુલ સહિત આ બાબતોને મળી મંજૂરી
- સરકારે લીધો મોટો નિર્ણય: હવે ખેડૂતોને મળશે વધારે કિંમત, આ પાક માટે વધારી 375 રૂપિયા MSP
- બાઈડેન સરકારનો મોટો નિર્ણય,અમેરિકામાં ભારતીય પ્રોફેશનલ્સનાં કામને લઈને આપી મોટી રાહત