GSTV

કર્ણાટકનો કિલ્લો જીતવા ભાજપ તત્પર, યેદિયુરપ્પા ગુરૂવારે CM પદનાં શપથ ગ્રહણ કરે તેવી શક્યતા

દક્ષિણ ભારતમાં કર્ણાટકનો કિલ્લો જીતવા માટે ભાજપ ફરી તત્પર થયું છે. કુમારસ્વામી સરકારના પરત પછી અહીં ભાજપ બીએસ યેદિયુરપ્પાની આગેવાનીમાં સરકાર રચશે. બુધવારે ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજાશે. જેમાં સીએમ પદ તરીકે યેદિયુરપ્પાનું નામ ફાઇનલ કરવામાં આવી શકે છે. અને ત્યારબાદ ગુરૂવારે યેદિયુરપ્પા સીએમ પદના શપથ ગ્રહણ કરી શકે છે.

કેન્દ્રીય પ્રધાન સદાનંદ ગૌડાએ સ્પષ્ટ કહ્યું કે ભાજપ કર્ણાટકમાં સરકાર રચવા માટે દાવો રજૂ કરશે. પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ પહેલા જ જણાવી દીધુ હતુ કે યેદિયુરપ્પા કર્ણાટકના સીએમ બનશે. તો બીજી તરફ યેદિયુરપ્પાએ જણાવ્યું હતુ કે તેઓ વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે ચર્ચા કરશે. ત્યારબાદ રાજ્યપાલને મળવા જશે.

કુમારસ્વામીની તરફેણમાં 99 મત મળ્યા હતા, 105 જેટલા મત ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તરફેણમાં હતા. કુમારસ્વામીના પતન બાદ, ભાજપના કાર્યાલયોમાં ઉજવણીનું વાતાવરણ છે. ભાજપના કાર્યકરો બેંગ્લોર સ્થિત કાર્યાલયમાં ઉજવણી કરી રહ્યા છે.

કુમારસ્વામીએ રાજ્યપાલ વજુભાઇ વાળાને પોતાનું રાજીનામું સોંપ્યું છે. આ તકે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા ડિકે શીવકુમાર સહિતનાં નેતાઓ હાજર રહ્યા હતાં. કર્ણાટકનાં ગવર્નર વજુભાઇ વાળાએ તાત્કાલિક અસરથી કુમારસ્વામીનું રાજીનામું સ્વીકાર્યુ છે. તેમજ નવી સ્થિતી નિર્માણ ન પામે ત્યાં સુધી રખેવાળ મુખ્યમંત્રી તરીકે કાર્યરત રહેશે.

જો કે કુમારસ્વામીએ રાજીનામું આપ્યા બાદ બેંગ્લુરૂની રમાડા હોટેલમાં ભાજપનાં ધારાસભ્યોની બેઠક મળી હતી. તો બીજી તરફ ભાજપનાં ધારાસભ્યો ઉજવણી કરતા નજરે પડ્યા હતાં.

READ ALSO

Related posts

અમદાવાદના કોરોના પોઝિટીવ કેસોના નામ થયા જાહેર, આ રહ્યું એડ્રેસ સાથે આખું લિસ્ટ

Karan

PM કેર ફંડમાં દેશમાંથી નહીં પણ વિદેશમાંથી આવશે દાન, મોદીએ કર્યો આ આદેશ

Arohi

મોદી સરકાર પાસે પૈસા ખૂટ્યા? : વર્ષ ૨૦૨૦-૨૧માં સરકાર ચલાવવા બજારમાંથી 4.88 લાખ કરોડ રૂપિયા લેશે ઉધાર

Karan
Do NOT follow this link or you will be banned from the site!