GSTV
Home » News » યેદિયુરપ્પાની સરકાર આવતાની સાથે જ કુમારસ્વામી ભરાય ગયા

યેદિયુરપ્પાની સરકાર આવતાની સાથે જ કુમારસ્વામી ભરાય ગયા

જેડીએસ નેતા એચડી કુમારસ્વામી પર મુખ્યમંત્રી કાળ દરમિયાન કર્ણાટકના 300 જેટલા નેતાઓનો ફોન ટેપ કરાવવાનો આરોપ લાગેલો છે. રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ રવિવારે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવા નિર્દેશ આપ્યો હતો. ગત સરકારમાં જેડીએસની સહયોગી પાર્ટી કોંગ્રેસે પણ ફોન ટેપિંગ મામલે તપાસ કરાવવા માંગ કરી હતી. યેદિયુરપ્પાએ કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ પણ ફોન ટેપિંગ મુદ્દો ઉઠાવ્યો હોવાનું અને તેઓ આ કેસની સચ્ચાઈ જાણવા માંગતા હોવાનું જણાવ્યું હતું. 

યેદિયુરપ્પાના કહેવા પ્રમાણે રાજ્યની ભાજપ સરકાર સોમવારે સીબીઆઈને તપાસ માટે આદેશ આપશે અને રાજ્યની જનતા દોષિતોને આકરી સજા મળે તેવી આશા રાખે છે. ગત સપ્તાહે જેડીએસમાંથી બરતરફ કરાયેલા ધારાસભ્ય એએચ વિશ્વનાથે કુમારસ્વામી સરકારમાં આશરે 300 નેતાઓના ફોન ટેપ કરીને તેમની જાસૂસી કરવામાં આવી હોવાનો ખુલાસો કર્યો હતો.

ત્યાર બાદ કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયા, મલ્લિકાર્જુન ખડગે અને ગઠબંધન સરકારમાં ગૃહમંત્રી એમબી પાટિલે પણ કુમારસ્વામી પર લાગેલા આરોપોની તપાસ માટે માંગ કરી હતી. જો કે, પૂર્વ મંત્રી ડીકે શિવકુમારે જાસૂસીના આરોપો નકારીને કુમારસ્વામીનો સાથ આપ્યો હતો. 

વિશ્વનાથના આરોપ પ્રમાણે મુખ્યમંત્રીની જાણબહાર નેતાઓની જાસૂસી અશક્ય છે કારણ કે ઈન્ટેલિજન્સ વિંગ તેમના નિયંત્રણમાં હોય છે. આ તરફ પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીએ પોતાના પરના તમામ આરોપોને નકાર્યા હતા. ટ્વિટમાં તેમણે પોતાને સત્તામાં ટકી રહેવા, મુખ્યમંત્રીની ખુરશી બચાવવા માટે ફોન ટેપ કરાવવાની કોઈ જરૂર ન હોવાનું લખ્યું હતું. 

ફોન ટેપિંગ મામલે આંતરરાષ્ટ્રીય તપાસ માટે તૈયાર: કુમારસ્વામી

જેડીએસમાંથી બરતરફ કરાયેલા ધારાસભ્ય એએચ વિશ્વનાથના કુમારસ્વામી શાસન દરમિયાન 300થી વધુ નેતાઓના ફોન ટેપ થયા હોવાના ખુલાસા બાદ ફરી એક વખત કર્ણાટકનું રાજકારણ ગરમાયું છે. જો કે કુમારસ્વામીએ પોતાના પર થઈ રહેલા તમામ આરોપોને નકારીને તેમાં સચ્ચાઈનો જરા પણ અંશ ન હોવાનો દાવો કર્યો હતો અને તેઓ પોતે સાચા હોવાની વાતને વળગી રહ્યા છે. કુમારસ્વામીએ પોતે સીબીઆઈ ઉપરાંત કોઈ પણ પ્રકારની તપાસ માટે તૈયાર હોવાની ખાતરી આપી હતી. આ તરફ કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર ફોન ટેપિંગ મામલો જુઠાણું હોવાનો અને બદલાની રાજનીતિનો ભાગ હોવાનું લખવામાં આવ્યું હતું.

READ ALSO

Related posts

દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસા પર કાબૂ મેળવવા અરવિંદ કેજરીવાલે બોલાવી ધારાસભ્યોની ઇમરજન્સી બેઠક

Arohi

ફટકાર ખાધા બાદ પણ સુધર્યું નથી પાકિસ્તાન, ફરી વખત આ સંમેલનમાં જમ્મુ કાશ્મીરનો ઉઠાવશે મુદ્દે

Ankita Trada

અમેરિકાની સાથે થઈ 3 અબજ ડોલરની ડિફેન્સ ડીલ, ડોનાલ્ડ ટ્રંપે આતંકવાદ માટે પાકિસ્તાનની કરી આકરી ટીકા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!