GSTV

JSW લેન્ડ ડીલની વિરોધમાં BJP નેતાઓના ધરણા, જમીન ઉપર સુતા યેદિયુરપ્પા

Last Updated on June 15, 2019 by Mansi Patel

કર્ણાટકમાં JSW સ્ટીલ કંપનીને 3,667 એકર જમીન આપવાના વિરોધમાં બીજેપી બેંગ્લોરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાનાં નેતૃત્વમાં બીજેપીના ઘણા નેતા આખી રાત ધરણા પર બેઠા હતા. બીજેપીએ આ મામલામાં સત્તારૂઢ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન પર લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

બીજેપીએ પ્રદેશ સરકારને અલ્ટીમેટમ આપ્યુ છેકે, આ નિર્ણયને તરત પાછો ખેંચવામાં નહી આવે તો  આખા પ્રદેશમાં ધરણા પ્રદર્શન કરવામાં આવશે. યેદિયુરપ્પાની સાથે વિધાયક ગોવિંદ કરજોલ, પૂર્વ ડેપ્યુટી સીએમ આર.અશોક અને સાંસદ ઉમેશ જાધવ પ્રદર્શન સ્થળ ઉપર આખી રાત સુતેલા જોવા મળ્યા હતા. બીજેપીનું આ પ્રદર્શન શનિવારે પણ યથાવત રહેશે.

શું છે મામલો?

બીએસ યેદિયુરપ્પાનો આરોપ છેકે, રાજ્ય સરકાર જીંદાલ સ્ટીલને એકરદીઠ 1.22 લાખ રૂપિયામાં 3,667 એકર જમીન આપી રહી છે. જે બહુ જ ઓછી કિંમત છે. તેમણે કહ્યુ હતુકે, આટલા મોટા સોદા માટે રાજ્ય સરકારે જનતા પાસે પરમીશન માંગી નથી. યેદિયુરપ્પાનો આરોપ છેકે, સોદાને પગલે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને રિશ્વત મળી છે.

વિરોધ બાદ સરકારે બનાવી કમેટી

જ્યારે બીજેપીનાં વિરોધ બાદ રાજ્ય સરકારે આ મામલાને  કેબિનેટની ઉપ સમિતિને મોકલી આપ્યો છે. આ કમેટી સોદા સાથે જોડાયેલાં પાસાઓનો અભ્યાસ કરશે. ગ્રામીણ વિકાસ મંત્રી કૃષ્ણા ગૌડાએ કહ્યુ હતુકે, બેલ્લારી સ્થિત આ જમીનને વેચવાને લઈને ઘણી મુશ્કેલીઓ આવી હતી, એટલે આ સોદાને પુરી તપાસ માટે કમિટી પાસે મોકલવામાં આવી છે.  જણાવી દઈએકે, રાજ્ય સરકારે પહેલાં આ જમીનને જીંદાલ ગ્રુપને લીઝ ઉપર આપી હતીય હવે સરકાર આ જમીન જીંદાલ ગ્રુપને વેચવા માંગે છે.

READ ALSO

Related posts

4 હજાર કરોડના પાવર માટે ભાજપના નેતાઓમાં તનાતાની, યાર્ડમાં હવે ભાજપ સામે સંઘનો મોટો જંગ

pratik shah

તાઉતે પછી ગુજરાત પર બીજી કુદરતી આફતની તૈયારી, ભૂપેન્દ્ર પટેલ સરકારની પણ કસોટી થશે : વાવાઝોડુ આવી રહ્યું છે

Dhruv Brahmbhatt

ખુલાસો / જસ્ટિસ ડી.એ. મહેતા કમિશન રિપોર્ટ, શ્રેય હોસ્પિટલમાં આગ લાગવા પાછળ પોતે જ જવાબદાર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!