GSTV

YEAR ENDER 2019: આ ક્રિકેટર્સની 2019માં રહી બોલબાલા, આ રેકોર્ડસ સાથે ખાસ બનાવ્યું વર્ષ

2019નું વર્ષ પૂરૂ થવા આવ્યું અને નવા વર્ષના આગમનને હવે ગણતરીના દિવસો બચ્યા છે. ક્રિકેટ જગતના આ ખેલાડીઓ માટે 2019નું વર્ષ એદદમ ખાસ રહ્યુ.  આ ખેલાડીઓએ આ વર્ષે ક્રિકેટમાં ખાસ સિદ્ધી હાંસેલ કરી. ચાલો એક નજર કરીએ તેમની ઉપલબ્ધિઓ પર….

રોહિત શર્મા

ભારતીય વાઇસ કેપ્ટન રોહિત શર્મા માટે વર્ષ 2019 જબરદસ્ત રહ્યુ. આ વર્ષે રોહિત વન ડેમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. હિટમેને આ વર્ષે વન ડેમાં 1490 રન બનાવ્યાં. રોહિતે આ વર્ષે વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટની 28 મેચોમાં 1490 રન બનાવ્યાં છે. આ મામલે રોહિતે વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધો છે. વિરાટના નામે આ વર્ષે 26 ઇનિંગ્સમાં 1377 રન છે.

મોહમ્મદ શમી

ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી માટે પણ આ વર્ષ એકદમ ખાસ રહ્યુ. આ વર્ષે વન ડેમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી મોહમ્મદ શમી રહ્યો. તેણે 42 વિકેટ સાથે વર્ષ 2019માં એક અલગ રેકોર્ડ પોતાને નામ કર્યો.

રોહિત શર્મા

આ વર્ષે સદીના મામલે પણ રોહિત શર્મા ટૉપ પર રહ્યો છે. તેણે વન ડેમાં સૌથી વધુ સાત સદી ફટકારી છે. આ સાત સદીઓ સાથે રોહિત ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધો છે. વિરાટના નામે વન ડેમાં પાંચ સદીઓ છે.

મિચેલ સ્ટાર્ક

વર્ષ 2019માં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે પોતાના નામે એક રેકોર્ડ નોંધાવ્યો છે. સ્ટાર્કે બે વાર પાંચ વિકેટ હાંસેલ કરી છે.

ક્રિસ ગેલ

વેસ્ટઇન્ડીઝના ધાકડ બેટ્સમેને આ વર્ષે સૌથી વધુ સિક્સર ફટકારી છે. ગેલે વર્ષ 2019માં સૌથી વધુ 56 સિક્સર ફટકારી છે.

Read Also

Related posts

દેશ માટે દારૂગોળો બનાવતી કંપની હવે Coronaમાં આ બનાવવા લાગી, તમને પણ લાગશે નવાઈ

Arohi

Corona વાયરસને કારણે ઘરે રહેલી મહિલાઓ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન : મેકઅપ કરો, નવા કપડાં પહેરો

Arohi

કોણ છે ચર્ચામાં આવેલી તબલિગી જમાતના સર્વોચ્ય નેતા, જાણો સરકારે શું કરી કાર્યવાહી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!