ભારતમાં કોરોનાની નવી લહેર વચ્ચે આર્થિક મોરચે સારા સમાચાર છે. ટોચની ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે નાણાકીય વર્ષ 2021-22માં ભારતનો જીડીપી ગ્રોથ 12 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. મૂડીઝના જણાવ્યા મુજબ ભારતની અર્થવ્યવસ્થામાં ગત વર્ષે 7.1 ટકાનો ઘટાડો જોવા મળ્યો પરંતુ હવે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ 12 ટકા રહેશે.

મૂડીઝ એનાલિટિક્સના જણાવ્યા મુજબ ડિસેમ્બર-2020ના રોજ પૂર્ણ થતાં ત્રિમાસીક ગાળામાં જીડીપી ગ્રોથ રેટ 0.4 ટકા રહ્યો હતો. જે અપેક્ષા કરતા ઘણો સારો રહ્યો. એ પહેલાના ત્રિમાસિક ગાળામાં એટલે કે સપ્ટેમ્બર-2020માં અર્થવ્યવસ્થામાં 7.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. મૂડીઝે જણાવ્યું કે અંકુશોમાં ઢીલ આપ્યા બાદ દેશ અને વિદેશની માંગમાં સુધારો જોવા મળ્યો છે. અમારુ અનુમાન છે કે ખાનગી વપરાશમાં આગામી કેટલાક ત્રિમાસિક ગાળામાં વધારો થશે. જેના કારણે વર્ષ 2021માં ઘરેલુ માંગમાં પણ સુધારો થશે.
- નકલી પોલીસથી બચવા નદીમાં કૂદ્યો પણ રામ રમી ગયા, પાણીમાંથી મળી લાશ
- મહારાષ્ટ્ર / એકનાથ શિંદે ફરી ભાજપ પર હાવી, રાઠોડ સામે ચિત્રાને વાંધો
- 70 વર્ષની મહિલાએ બાળકને આપ્યો જન્મ, લગ્નના 54 વર્ષ પછી ઘરના આંગણામાં ખુશીઓ છલકાઈઃ 75 વર્ષે બન્યા બાપ બન્યાનો આનંદ
- ગાંધીનગરમાં ઓક્ટોબરમાં યોજાઈ શકે છે ડિફેન્સ એક્સ્પો, 60 દેશો આવશે ગુજરાત
- ભરતી મેળો / ભાજપ ઓબીસી સેલના પ્રમુખ સહિત અનેક નેતાઓ આપમાં જોડાયા, વિધાનસભાની ચૂંટણી પહેલા મોટો આંચકો