GSTV
Home » News » ઇસરોએ નવા વર્ષમાં 32 જેટલા મહત્વપૂર્ણ મિશનની યોજનાઓ હાથ ધરી

ઇસરોએ નવા વર્ષમાં 32 જેટલા મહત્વપૂર્ણ મિશનની યોજનાઓ હાથ ધરી

અવનવા કિર્તીમાનો સ્થાપિત કરી રહેલી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગોનાઇઝેશન એટલે કે ઇસરોએ નવા વર્ષમાં 32 જેટલા અનેક મહત્વપૂર્ણ મિશનની યોજના હાથ ધરી છે. જે અંતર્ગત દુનિયાભરની નજર જેના પર છે તે ચંદ્રયાન-2નું લોન્ચિંગ ફેબ્રુઆરીમાં થાય તેવી શક્યતા છે. તો 2022માં માનવ અંતરિક્ષ મિશન ગગનયાન માટે પણ આ વર્ષે યુદ્ધના ધોરણે તૈયારીઓ કરવામાં આવશે.

દુનિયાભરમાં પોતાની ક્ષમતાનો પરચો આપી ઐતિહાસિક સફળતાઓ રચનારી સંસ્થા ઇસરો 2019માં પણ સ્પેસ ક્ષેત્રે ભારતનું નામ રોશન કરશે. 2019ના વર્ષમાં ઇસરોએ કુલ 32 જેટલા મિશનની યોજના બનાવી છે. જે અંતર્ગત 14 લોન્ચ યાન. 17 ઉપગ્રહ અને 1 ટેક ડેમો મિશનનો સમાવેશ થાય છે.

ઇસરોના ચેરમેન કે.સિવને ઇસરોના ભાવિ પ્રોજેક્ટ અંગે માહિતી આપતા કહ્યું કે તમામ મિશનો પૈકી સૌથી વધુ જટિલ મિશન ચંદ્રયાન-2નું છે. જે એસએલપીથી 25મું મિશન હશે. સાથે જ તેમાં એસએસએલવીની ઉડાન પણ સામેલ છે. સુત્રોના જણાવ્યા અનુસાર ચંદ્રયાન-2ને ફેબ્રુઆરીના મધ્ય ભાગમાં લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. જો કે હજુ સુધી કોઇ તારીખ નક્કી કરાઇ નથી.

ચંદ્રયાન-2 સંપૂર્ણપણે સ્વદેશી મિશન છે. જેમાં એક ઓર્બિટર. એક લેન્ડર અને એક રોવર હશે. ઇસરોના જણાવ્યા અનુસાર લેન્ડર ચંદ્રની સપાટી પર એક નિશ્ચિત સ્થાન પર ઉતરશે અને ત્યાં એક રોવર તૈનાત કરશે. 6 પૈડાઓ ધરાવતું રોવર પૃથ્વીથી મળી રહેલા દિશા-નિર્દેશો અનુસાર ચંદ્રની સપાટી પર લેન્ડરના ઉતરાણ સ્થાનની આસપાસ ફરશે. રોવરમાં લગાવાયેલા ઉપકરણો ચંદ્રની સપાટીનો અભ્યાસ કરશે અને તે સંબંધિત જાણકારી પરત મોકલશે. આ જાણકારી ચંદ્રની માટીના વિશ્લેષણ માટે લાભકારી રહેશે. જ્યારે કે 3290 કિલો વજનનું ચંદ્રયાન-2 ચંદ્રની ભ્રમણકક્ષામા ચક્કર લગાવશે અને રિમોટ સેન્સિંગ અભ્યાસ કરશે. ઇસરોએ જણાવ્યું કે ઉપકરણ ચંદ્ર સ્થળની આકૃતિ. ખનીજ તત્વની પ્રચુરતા. ચંદ્રના બહિર્મંડળ અને હાઇડ્રોક્સિલ તેમજ પાણી અને બરફનો અભ્યાસ કરશે.

બીજી તરફ 2022માં ભારતના મહત્વના ગગનયાન મિશનની પણ ઇસરો દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. ઇસરો રિસેટ શ્રેણી વડે પોતાની માઇક્રોવેવ રિમોટ સેન્સિંગ ક્ષમતાને વધારવા અને જી-સેટ શ્રેણી વડે જિયો-ઇમેજિંગ ક્ષમતા મેળવવાની બાબત પર ભાર મુકી રહ્યું છે. તો જીએસએલવી અને તેના ઉપકરણોની ક્ષમતામાં સુધારો કરવાની પણ યોજના છે. આમ 2019ના વર્ષમાં ઇસરો અનેકવિધ મિશન હાથ ધરી તેની સફળતામાં વધુ યશકલગીઓ જોડવા જઇ રહ્યું છે.

Related posts

કર્ણાટકમાં કુમારસ્વામીની સરકારનો સોમવારે છેલ્લો દિવસ છે

Mayur

મહિલાને નિવસ્ત્ર કરી 2 કલાક સુધી….પતિની નજર સામે જ ભીડે પત્નીની કરી આવી હાલત

Bansari

ચંદ્રની ધરતી પર પગ મુકીને નીલ આર્મસ્ટ્રોંગે પહેલા કરી હતી આ ચાર વસ્તુઓ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!