GSTV

દિગ્ગજ ડિફોલ્ટરો થઈ ગયા દેશમાંથી ફરાર અને ડૂબાડી દીધી બેન્કો, જુઓ કેટલા કરોડનો પડ્યો ફટકો

Last Updated on December 31, 2018 by Karan

કહેવત છે કે એક માછલી આખા તળાવને ગંદુ કરે છે.ભારતીય ઉદ્યોગ જગતમાં નીરવ મોદી, મેહુલ ચોકસી, નિતિન તથા ચેતન સાંડેસરા જેવા કેટલાક વેપારીઓએ આ કહેવતને યથાર્થ સાબિત કરી છે. તેમના કારણે સમગ્ર ભારતીય ઉદ્યોગ જગતની સામે પ્રશ્ન ઉભો થઈ ગયો છે. તેટલુ જ નહી તેની અસર રાજકિય ક્ષેત્ર પર જોવા મળી છે. બેન્કોની સાથે અબજો રૂપીયાની છેતરપીંડી અને મની લોનડ્રીંગની બાબતમાં વિજય માલ્યા, આભૂષણ વેપારી ચોકસી અને નીરવ મોદીને દેશના રાજકિય મહાભારતમાં પણ પક્ષ –વિપક્ષ વચ્ચે ચાલનાર વાકયુધ્ધને હથિયાર બનાવવામાં આવેલ છે.

લંડનની અદાલતે માલ્યાના પ્રત્યાર્પણની મંજુરી આપી દીધી

માલ્યાએ દાવો કર્યો છે કે તે 2016માં ભારત છોડતા પહેલા નાણામંત્રી  અરૂણ જેટલીને મળ્યા હતા. તેમના આ વકતવ્યના કારણે રાજકારણમાં મોટી ચર્ચા ચાલુ થઈ ગઈ.  ગુજરાતની દવા કંપની સ્ટર્લીંગ બાયોટેક સમુહના નિતિન અને ચેતન સાંડેસરાનુ નામ પણ સામે આવ્યુ. આ બન્ને 500 કરોડની બેન્ક છેતરપીંડીમાં આરોપી છે. આ બન્ને દેશમાંથી ફરાર છે. ઉલ્લેખનીય છે કે લંડનની અદાલતે માલ્યાના પ્રત્યાર્પણની મંજુરી આપી દીધી છે. જો કે માલ્યા અત્યારે આ આદેશની સામે અપીલ કરી શકે છે. આવનારા વર્ષમાં જોવાનુ રહેશે કે કેટલા કોર્પોરેટ દિગ્ગજો ભાગેડુ જાહેર થાય છે અને શુ કાયદાનો સામનો કરવા માટે વાસ્તવમાં તેમને ભારતમાં સામે લાવી શકાશે.

ઉદ્યોગ જગતમાં 2018માં આ વિવાદો ચર્ચામાં રહ્યાં

ઉદ્યોગ જગતમાં 2018માં ફોર્ટીસ અને રેનબેક્સીના પૂર્વ પ્રવર્તક સિંહ બંધુ ચર્ચામાં રહ્યા છે.  બન્ને ભાઈઓ વચ્ચે મતભેદ હવે મારપીટ પર પહોંચી ગયો છે. બન્નેએ એક બીજા પર મારપીટ અને કારોબાર ડુબાડવાનો  આરોપ લાગ્યો છે. સાઈરસ મિસ્ત્રી, ટાટા અને મિસ્ત્રી વચ્ચે ચાલી રહેલ જંગ પણ ચાલુ છે. આ બધા ડ્રામા વચ્ચે ભારતીય ઉદ્યોગ જગતમાં કેટલાક મોટા સોદા પણ થયા છે. તેમાં વોલમાર્ટ દ્વારા ફ્લિપકાર્ટનુ અધિગ્રહાણ, હિન્દુસ્તાન યૂનીલીવરના ગ્લેક્સો સ્મિથક્લાઈનની ચોખટ પર પહોંચી  ગયા છે. તેમાં વોલમાર્ટ દ્વારા ફ્લિપકાર્ટનુ  અધિગ્રહણ, હિન્દુસ્તાન યૂનિલિવરનુ ગ્લેક્સો સ્મિથલાઈનને સાથે વિલય વગેરેનો સમાવેશ થાય છે.

Related posts

Video / ભારતે પ્રથમવાર વિમાનવાહક જહાજ INS Vikrant તૈયાર કર્યું, કોચીના સમુદ્ર કાંઠે ચાર દિવસના પરીક્ષણનો પ્રારંભ : ચીન-પાકિસ્તાનને ભારે પડશે

Lalit Khambhayata

60 વર્ષની ઉંમરે નહીં થાય પૈસાની કમી, અહીં કરો રોકાણ અને મેળવો દર મહિને 2 લાખ રૂપિયાનું પેંશન

Pritesh Mehta

મધ્યપ્રદેશમાં અતિવૃષ્ટિ અને પૂરને લીધે પરિસ્થિતિ થઈ બેકાબૂ, આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!