આ છે ToP 5 Income Tax બચાવવાની પદ્ધતિ, મળે છે ખૂબ ફાયદો

Top 5 Income Tax saving tricks

ઈન્કમ ટેક્સ બચાવવાનો પુરાવો હવે કંપનીઓ તમારી પાસે માંગી ચૂકી હશે, પરંતુ અમૂક લોકો હજી સુધી ઈનકમ ટેક્સ બચાવવા માટે રોકાણ કરી શક્યા નથી. આ રીતે અહીં લોકો જણાવાઈ રહેલા ઈનકમ ટેક્ષ બચાવવાની પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે. ઈન્કમ ટેક્ષ બચાવવા માટે આ જગ્યા પર મોટાભાગના લોકો રોકાણ કરે છે.

અવાર-નવાર લોકો પહેલા ઈન્કમ ટેક્ષ બચાવવા માટે પહેલા રોકાણ કરતા નથી અને બાદમાં ઉતાવળીયા નિર્ણય લઇ લેતા હોય છે. જેને પગલે લોકો અયોગ્ય જગ્યાએ રોકાણ કરી દે છે અને બાદમાં પસ્તાય છે. એવામાં જરૂરી છે કે ઈન્કમ ટેક્ષ બચાવવા માટે દરેક વખતે યોગ્ય નિર્ણય જ લેવામાં આવશે. આ પદ્ધતિથી 80C હેઠળ ઈન્કમ ટેક્ષમાં છૂટ મળે છે. જે હેઠળ રોકાણ ગમે તેટલુ કરો પરંતુ ડિસ્કાઉન્ટ ફક્ત 1.5 લાખ રૂપિયા જ લઇ શકશો.

આ છે પ્રથમ પદ્ધતિ

સુકન્યા સમૃદ્ધી યોજના એટલેકે એસએસવાઈ (SSY)

સુકન્યા સમૃદ્ધી યોજના એટલેકે એસએસવાઈ (SSY) ગર્લ ચાઈલ્ડ માટે એક નાની બચત યોજના છે, જેને મોદી સરકારે લૉન્ચ કરી છે. જેમાં રોકાણ કરીને ઈન્કમ ટેક્ષ બચાવી શકાય છે. આ સ્કીમમાં વર્ષમાં મહત્તમ 1.5 લાખ રૂપિયા જમા કરીને ઈન્કમ ટેક્સનું ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે. આ સમયે આ સ્કીમમાં વ્યાજ દર 8.5 ટકા છે.

ટેક્સ સેવિંગ મ્યૂચ્યુઅલ ફંડ (ELSS)

ટેક્સ સેવિંગ મ્યૂચ્યૂઅલ ફંડ (ELSS) દેશમાં સૌથી ઓછું લૉકઈન પીરિયડવાળા ઈન્કમ ટેક્ષ બચાવવાની પદ્ધતિ છે. અહીં પૈસા ફક્ત 3 વર્ષ માટે લૉકઈન હોય છે. મોટાભાગની જગ્યાઓ પર પૈસા 5 વર્ષ અથવા તેનાથી પણ વધુ સમય માટે લૉકઈન રહે છે. લૉકઈન પીરિયડ તેને કહે છે, જેમાં ઈન્કમ ટેક્ષ બચાવવા માટે કરેલા રોકાણ બાદમાં કાઢી શકાય છે. જોકે, ટેક્સ સેવિંગ મ્યૂચ્યુઅલ ફંડમાં પૈસા 3 વર્ષ માટે લગાવવાના હોય છે, પરંતુ જો તમે ઈચ્છશો તો તેને બાદમાં રોકીને બનાવી શકો છો. 3 વર્ષ બાદ પૂર્ણ થયા બાદ તમે જ્યારે પૈસા રોકાણ તરીકે રાખો છો તો બાદમાં જ્યારે જરૂર પડે ત્યારે કાઢી શકો છો.

યૂનિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ પ્લાન એટલેકે યૂલિપ (ULIP)

યૂનિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ પ્લાન એટલેકે યૂલિપ એક પ્રકારની વીમા યોજનાઓ જ છે. ઈન્કમ ટેક્સ બચાવનારી આ યોજનાઓના પૈસા શેર બજારમાં લગાવી શકાય છે. લાંબી મુદ્દતમાં યૂનિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ પ્લાન એટલેકે યૂલિપ સારું રીટર્ન આપે છે. યૂનિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ પ્લાન એટલેકે યૂલિપ (ULIP)નો લૉકઈન પીરિયડ 5 વર્ષનો હોય છે. યૂનિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ પ્લાન એટલેકે યૂલિપમાં રીટર્ન શેર બજારમાં ચાલ પર નિર્ભર કરે છે. જેટલું વધારે માર્કેટ પ્રદર્શન કરશે, તેટલું જ સારું રીટર્ન મળશે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલેકે પીપીએફ

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલેકે પીપીએફમાં પૈસા 15 વર્ષના લૉકઈન રહે છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલેકે પીપીએફ યોજના ઈન્કમ ટેક્સ બચાવવાની સૌથી આકર્ષક યોજના મનાય છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલેકે પીપીએફમાં રોકાણ કરીને સરકાર ગેરંટી આપે છે એટલેકે આ પૈસા ડૂબતા નથી. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલેકે પીપીએફનું એકાઉન્ટ પ્રારંભમાં 15 વર્ષ માટે ખુલે છે અને બાદમાં 5-5 વર્ષ માટે વધારી પણ શકાય છે. આ પણ ઈન્કમ ટેક્ષ બચાવવાની ખૂબ લોકપ્રિય પદ્ધતિ છે. હાલમાં તેમાં 8 ટકા વ્યાજ મળી રહ્યું છે.

જીવન વીમા

જીવન વીમો લઇએ આ એક ઈન્કમ ટેક્ષ બચાવવાની સૌથી સારી તક છે. અહીં મહત્તમ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. પરંતુ અહીં ધ્યાન રાખવુ પડે કે યૂનિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ પ્લાન એટલેકે યૂલિપ જો રોકાણ કર્યુ છે તો તેને પણ આ ડિસ્કાઉન્ટમાં સમાવેશ કરી શકાય. એટલેકે યૂનિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ પ્લાન એટેલેકે યૂલિપ અને જીવન વીમામાં મળીને મહત્તમ 1.5 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ લઇ શકાય છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter