દિવ્યાંકા ત્રિપાઠીના ફેન્સ માટે માઠા સમાચાર, ‘યે હૈ મોહબ્બતે’ શૉ પર ટૂંક સમયમાં પડી જશે પડદો

ટીવી શૉ ‘યે હે મોહબ્બતે’માં હાલ નવો ટર્ન જોવા મળી રહ્યો છે. અનેક પ્રકારના ટ્વિસ્ટ અને ટર્ન્સ દર્શાવવામાં આવી રહી છે. શૉમાં હાલ દર્શાવવામાં આવી રહેલા પ્લટમાં ઇશિતાની બંને દિકરીઓ આલિયા અને રૂહીને લગ્ન બાદ દગો મળે છે.

બંનેના પતિએ ષડયંત્ર કરીને તેમની સાથે લગ્ન કર્યા અને પછી છોડી દીધી. પરંતુ આ વાતથી બંને ઉદાસ થવાના બદલે નવા અંદાજમાં બદલો લેવાની પ્લાનિંગ કરી રહી છે. તેવામાં આ ડ્રામા વચ્ચે જાણવા મળી રહ્યું છે કે આ શૉ પર ટૂંક સમયમાં પડદો પડી જવાનો છે.

રિપોર્ટ અનુસાર શૉ આગામી વર્ષે જાન્યુઆરીમાં બંધ થઇ જશે. પરંતુ આ સાથે જ ફેન્સ માટે એક ખુશખબર પણ છે. રિપોર્ટસમાં કહેવામાં આવી રહ્યું છે કે આ સીરીયલની નવી સીઝન ટૂંક સમયમાં આવશે. શૉની બીજી સીઝનની વાત કરીએ તો આ શૉ નવી સ્ટોરીલાઇન સાથે ધમાકેદાર કમબેક કરશે.

જણાવી દઇએ કે ટીવીની અનેક સિરિયલો પર પદડો પડવાની વાત અગાઉ પણ આવી છે. આગામી એપિસોડમાં દર્શાવવામાં આવશે કે આલિયા અને રૂહી જાન લઇને પોતાના પતિના ઘરે પહોંચે છે. આ એપિસોડ દર્શકો માટે સરપ્રાઇઝ લઇને આવશે.

તાજેતરમાં જ તે પ્રોમોમાં દર્શાવવામાં આવ્યું હતું કે ભલ્લા પરિવારે પોતાના દુશ્મનોને પાઠ ભણાવવાનો નિર્ણય લીધો છે.


તેવામાં શૉની લીડ એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી ટૂંક સમયમાં વેબ સીરીઝમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. દિવ્યાંકા એક્તા કપૂરના ડીજિટલ પ્લેટફોર્મ AltBalajiની નવી વેબસીરીઝ શેફમાં નજરે પડશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter