ટેલિવિઝન શૉ યે હે મહોબ્બતેમાં ઇશિતા ભલ્લાનું પાત્ર ભજવીને ઘર ઘરમાં જાણીતી બનેલી દિવ્યાંકા ત્રિપાઠીને કોઇ ઓળખની જરૂર નથી. તાજેતરમાં જ એક્ટ્રેસે શૉના 1500 એપિસોડ પૂરા થતાં સેલિબ્રેશન કર્યુ હતું. આ દરમિયાન એક્ટ્રેસ મીડિયા સામે પણ મન મુકીને ડાન્સ કરતી જોવા મળી હતી. શનિવારે એક્ટ્રેસે પોતાનો એક વિડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેને પેટભરીને ભોજન કરવાની સજા મળી છે. હકીકતમાં જ્યારે દિવ્યાંકાએ પોતાના ડાયેટ કરતા વધારે ભોજન કર્યુ તો તેના ટ્રેનરે તેની પાસે તનતોડ મહેનત કરાવી હતી.
દિવ્યાંકા પોતાના તાજેતરના વિડિયોમાં જિમમાં પરસેવો પાડતી નજરે પડી રહી છે. વિડિયોમાં તે પોતાના ટ્રેનરને કહે છે કે તમે મને વધુ ભોજન કરવાની આવી સજા આપી રહ્યા છો. એક્ટ્રેસનો આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. તેને અત્યારસુધીમાં 10 લાખથી વધુ લોકો જોઇ ચુક્યા છે.
દિવ્યાંકા સાથે યે હે મહોબ્બતેમાં જોવા મળેલો તેનો પતિ વિવેક હાલ સ્ટાર પ્લસના શૉ કયામત કી રાતમાં જોવા મળી રહ્યો છે. આ હૉરર શૉમાં વિવેક સાથે કરિશ્મા તન્ના લીડ રોલમાં છે. તેવામાં યે હે મહોબ્બતેમાં દિવ્યાંકા દાદી બની ચુકી છે અને પોતાના અભિનય દ્વારા પોતાના ફેન્સને ખુશ કરી રહી છે.