GSTV
Home » News » યાસિર શાહની ધમાલ, 2006 બાદ કોઇ પાકિસ્તાની બેટ્સમેને હાંસેલ કરી આ સિદ્ધી

યાસિર શાહની ધમાલ, 2006 બાદ કોઇ પાકિસ્તાની બેટ્સમેને હાંસેલ કરી આ સિદ્ધી

1996ની સાલમાં 8માં નંબર પર બેટીંગ માટે ઉતરેલા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી વસિમ અક્રમે ઝિમ્બાબ્વે વિરૂદ્ધ 257 રન ફટકાર્યા હતા. એ પછી આજે પણ 23 વર્ષે એ રેકોર્ડ અણનમ છે. પણ ઈતિહાસ ખૂદને ફરી દોહરાવતા 8માં નંબર પર ઉતરેલા પાકિસ્તાનના બેટ્સમેન કમ બોલરે 113 રનની મેરેથોન ઈનિંગ રમી વોર્નરની ઈનિંગને ઝાંખી પાડી દીધી હતી. આઠમાં નંબર પર બેટીંગ માટે ઉતરેલા પાકિસ્તાનના યાસિર શાહે ઉપક્રમે ઉતરેલા બેટ્સમેનોને પણ શરમ આવે તેમ ઈનિંગ રમી હતી. જેની પાકિસ્તાનના પૂર્વ ખેલાડીઓ પણ પ્રશંસા કરી રહ્યાં છે.

પાકિસ્તાનના લેગ સ્પીનર યાસિર શાહે રવિવારે એડિલેડના ઓવેલ મેદાન ખાતે રમાય રહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ આશ્ચર્યજનક પ્રદર્શન કરી વિશ્વ ક્રિકેટના દિગ્ગજોને પણ વિચારતા કરી દીધા હતા. એક સમયે પાકિસ્તાનની ટીમના ફુરચા ઉડી ગયા હતા ત્યારે 8માં નંબરે બેટીંગ કરવા ઉતરેલા યાસિર શાહે દ્રવિડની માફક અનુભવી બેટ્સમેનની જેમ ઈનિંગ રમી ઓસ્ટ્રેલિયાના બોલરોને પરેશાનીમાં મુકી દીધા હતા.

એડિલેડના ઐતિહાસિક ગ્રાઊન્ડ પર ઓસ્ટ્રેલિયાના ઘાતક બોલર્સ મિશેલ સ્ટાર્ક, કમિંસ અને જોશ હેઝલવૂડના ચહેરા પર ચિંતાની લકીરો જોવા મળી હતી. મોટાભાગના બેટ્સમેનો જ્યાં 100 બોલ પણ નહોતા રમી શક્યા ત્યાં યાસિરે વિસ્મયજનક પ્રદર્શન કરતાં 213 બોલ રમી નાંખ્યા હતા. યાસિરની આ ઈનિંગમાં 13 ચોગ્ગાનો પણ સમાવેશ થતો હતો. યાસિરની બેટીંગ જોઈ પાકિસ્તાનના સિનીયર ખેલાડીઓ પણ તેની પ્રશંસાના પુલ બાંધતા રોકી નહોતા શક્યા. તેમણે યાસિરના વખાણ કરતા કહ્યું હતું કે, ઉપરના ક્રમનાં બેટ્સમેનોએ યાસિરની આ ઈનિંગ પરથી બોધપાઠ લેવો જોઈએ.

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે એડિલેડ ખાતે રમાયેલા ડે-નાઈટ પિંક બોલ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ જંગી 589 રનનો સ્કોર ખડક્યો હતો. બીજા દિવસની છેલ્લી સિઝનમાં પાકિસ્તાનના વિકેટ કિપર રિઝવાનના આઉટ થયા બાદ પાકિસ્તાનનો સ્કોર બોર્ડ 6 વિકેટના નુકસાન પર 89 રન હતો. ટીમની ખરાબ હાલત વચ્ચે 8માં ક્રમે ઉતરેલા યાસિરે બાબર આઝમ સાથે મળી 105 રનની ભાગીદારી નોંધાવી હતી.

એ પછી મોહમ્મદ અબ્બાસની સાથે 87 રન જોડી મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી. અંતમાં ટીમનો સ્કોર 302 હતો ત્યારે યાસિર આઉટ થયો હતો. યાસિરે પોતાની ટેસ્ટ કરિયરની પહેલી સેન્ચુરી ફટકારી હતી. સેન્ચુરી પૂર્ણ કર્યા બાદ તેનો આનંદ ચરમસીમાએ હતો. તેણે ડેવિડ વોર્નર જેણે આ ટેસ્ટમાં જ 335 રન ફટકાર્યા હતા તેને ઝાંખો પાડી દે તે રીતે ઉજવણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે યાસિર શાહે ઓસ્ટ્રેલિયાની બેટીંગ સમયે 32 ઓવરમાં 197 રન આપી દીધા હતા. જેથી એડિલેડમાં તે સૌથી ખર્ચાળ બોલર સાબિત થયો હતો, પણ આખરે પોતાની બેટીંગના જોરે તેણે વટક વાળી દીધું હતું.

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 8માં નંબર પર ઉતરી સેન્ચુરી ફટકારનારા ખેલાડીઓ

2006 બાદ કારનામો કરનારો બેટ્સમેન

યાસિર શાહ 2006 બાદ છેલ્લા ક્રમે બેટીંગ કરી સેન્ચુરી ફટકારનારો પાકિસ્તાનનો પહેલો બેટ્સમેન બન્યો છે. આ કારનામો કરનારો તે પાકિસ્તાન ક્રિકેટ ઈતિહાસનો નવમો બેટ્સમેન છે. આ પહેલા 2006માં કમરાન અકમલે ભારત વિરૂદ્ધ કરાંચી ખાતે 113 રન બનાવ્યા હતા. જે પછી યાસિર શાહે પણ 113 રન બનાવી આ વિક્રમ રચ્યો છે.

Read Also

Related posts

ટ્રમ્પનું મેન્યૂ: ટ્રમ્પ સાહેબ મન મુકીને ખાશે, તમામ વ્યંજનો ગુજરાતી રાખવામાં આવ્યા

Pravin Makwana

ભારતની જીવસૃષ્ટીની જાળવણી અને તેનુ સંવર્ધન કરવું જોઈએ : વડાપ્રધાન મોદી

pratik shah

ભારત અને અમેરિકાના મજબૂત સંબંધો પાછળનું આ છે કારણ, કુલ 8 વખત કરી ચૂક્યા છે મોદી-ટ્રમ્પ મુલાકાત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!